મહત્વનો નિર્ણય:ધોરણ 6થી 8 માટે સ્કૂલમાં શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય પડતો મુકાયો, મતમતાંતર થતા છેવટે હાલના તબક્કે ઓફલાઇન શિક્ષણ નહીં

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કોર કમિટીની બેઠકમાં નિર્ણયઃ વચલો માર્ગ કાઢવા સરકારની વિચારણા

રાજય સરકારે કોરોનાના કેસ ઘટતા ધો. 9 થી કોલેજ સુધીમાં વર્ગખંડ શિક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. આ પછી ધો. 6થી8માં પણ વર્ગખંડ શિક્ષણ હાથ ધરવા કોર કમિટીમાં નિર્ણય લેવાનું નકકી થયું હતું. કોર કમિટીની મંગળવારે મળેલી બેઠકમાં આ મુદ્દે મતમતાંતર થતા છેવટે ધો. 6થી8માં વર્ગખંડ શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય હાલના તબક્કે પડતો મુકયો છે. જો કે,હજુ આ બાબતે કોઇ વચલો માર્ગ કાઢવા કે થોડો સમય રાહ જોવા વિચારણા થઇ રહીં હોવાનું સુત્રોનું કહેવું છે.

કોર કમિટીની બેઠકમાં ધો. 6થી8માં વર્ગખંડ શિક્ષણ હાલના તબક્કે શરૂ કરવાનું મોકુફ રાખવામાં આવ્યું. મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં હાજર મંત્રીઓ,નિષ્ણાંતો વચ્ચે મતમતાંતરો હોવાથી હજુ સુધી કોઇ ઠોસ નિર્ણય લેવાયો નથી. સુત્રોના કહ્યા પ્રમાણે હજુ સરકારનું મન ખુલ્લું છે અને આ બાબતે વિચારણા થઇ રહીં છે.

અન્ય સમાચારો પણ છે...