રાહત:વરસાદ ખેંચાતા સિંચાઇ માટે ડેમોનું પાણી આપવા નિર્ણય, 5 લાખ હેક્ટર વિસ્તારના વાવેતરને પાણી મળશે

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 30 સપ્ટેમ્બર સુધીનું પીવાનું પાણી અનામત રખાશે

રાજ્યમાં વરસાદ ખેંચાવાની સ્થિતિમાં પાકને નુકસાન થવાથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે ત્યારે રાજ્યના જળાશયોમાંથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે.

રાજ્યના નાગરિકોને 30 સપ્ટેમ્બર સુધીની જરૂરિયાત મુજબના પીવાના પાણીનો જથ્થો અનામત રાખીને બાકીનું પાણી સિંચાઇ માટે આપવામાં આવશે. 5 લાખ હેક્ટર વિસ્તારને સિંચાઇનું પાણી મળશે.

સૌરાષ્ટ્રના 60 હજાર હેક્ટરમાં તેમજ ઉત્તર ગુજરાતમાં 15 હજાર હેક્ટર જમીનને જ્યારે મધ્ય ગુજરાતમાં 2.10 લાખ હેક્ટરને પાણી અપાશે. દક્ષિણ ગુજરાતમાં 6 ડેમમાંથી 1.90 લાખ હેક્ટર વિસ્તાર માટે પાણી અપાશે.

અન્ય સમાચારો પણ છે...