અપીલ:પ્રથમ ડોઝની 100 ટકા કામગીરી માટે DDO તલાટી અને સરપંચને પત્ર લખશે

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોનો સહયોગ લઇને વેક્સિનેશન પૂર્ણ કરવા DDOનું સૂચન

સંભવિત કોરોનાની ત્રીજી લહેર પહેલા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વેડછીના પ્રથમ ડોઝ ની સો ટકા કામગીરી કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મૂકવામાં આવી છે જેના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તમામ ગામોના સરપંચ અને તલાટી ને પત્ર લખી ગ્રામજનોના સહયોગ સાથે સાથ સહકાર સાથે વેક્સિનેશનના પ્રથમ રોજની 100 ટકા કામગીરી કરવા અપીલ કરવામાં આવશે.

છેલ્લા સવા વર્ષથી અડિંગો જમાવી બેસેલી કોરોનાની મહામારી પ્રથમ લહેર કરતાં બીજી લહેર વધારે ઘાતક પુરવાર થઈ છે. ઉપરાંત સંભવિત કોરોનાની ત્રીજી લહેર વધારે ખતરનાક તેમજ બાળકો માટે અતિગંભીર બની રહેવાની શક્યતા આરોગ્ય ક્ષેત્રના તજજ્ઞોએ વ્યક્ત કરી છે. ત્યારે કોરોનાની સંભવિત ત્રીજી લહેરના આગમન પહેલા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વેક્સિનના પ્રથમ ડોઝની કામગીરી 100% પૂર્ણ કરવા જિલ્લાવિકાસ અધિકારી સુરભી ગૌતમ દ્વારા ખાસ મુહિમ ચલાવવામાં આવશે.

જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લાના જે ગામોમાં વેક્સિનના પ્રથમ ડોઝની કામગીરી સો ટકા પૂર્ણ થઇ નથી. તેવા ગામોના સરપંચ તેમજ તલાટીને પત્ર લખી સો ટકા કામગીરી કરવા અપીલ કરવામાં આવશે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં વેક્સિનને લઈ લોકોમાં ઊભી થયેલી ગેરમાન્યતાઓ દૂર કરવા માટે ગામના અગ્રણીઓ તેમજ સમાજના આગેવાનો પણ સહયોગ લેવો.

ઉપરાંત જરૂર જણાય તો સ્થાનિક વિવિધ ધાર્મિક વડાઓની પણ મદદ લઈને લોકોના મનમાં વેક્સિન અંગે ઊભી થયેલી ગેરસમજને સમજાવટથી દૂર કરીને વેક્સિન આપવા ડીડીઓ દ્વારા અપીલ કરાશે.ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં જિલ્લાના કુલ-21 ગામોમાં વેક્સિનના પ્રથમ ડોઝની કામગીરી સોટકા પૂર્ણ થઈ છે. ત્યારે બાકીના ગામો પણ વેક્સિનના પ્રથમ ડોઝની 100 ટકા કામગીરીથી બાકાત રહે નહીં તે માટે ડીડીયો દ્વારા પત્રલેખનનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં લોકોના આરોગ્યની સુખાકારીને ધ્યાનમાં વેક્સિનના પ્રથમ ડોઝની 100% કામગીરી કરવાની રહેશે.

ગામમાં વેક્સિનેશન મુહિમના ભાગરૂપે રાજકીય કે કોઈ ધાર્મિક હેતુ સિવાય માત્ર ને માત્ર ગામ લોકોના આરોગ્ય સુખાકારી હેતુથી ગ્રામ પંચાયતના ચુંટાયેલા સદસ્યો ઉપરાંત જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યોની પણ મદદ લેવા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગામના સરપંચ અને તલાટીને પત્ર લખીને ખાસ સુચના આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...