કોર્ટનો હુકમ:અઢાણામાં હત્યાના પ્રયાસના કેસમાં આરોપીને કોર્ટે 10 વર્ષની કેદ ફટકારી

કલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કલોલ તાલુકામાં 2017, 2019ના વર્ષમાં સનસનાટીભર્યા 2 બનાવો બન્યા હતા
  • 2019માં 31 કિલો ગાંજાના કેસમાં પણ કલોલ કોર્ટે 3 આરોપીને સાક્ષીઓ અને પુરાવાના આધારે 10 વર્ષની સજા ફટકારી હતી

કલોલ પંથકમાં 2017 અને 2019ના વર્ષમાં સનસનાટીભર્યા બે બનાવો બન્યા હતાં. બંને ગુનામાં કોર્ટે આરોપીઓને 10 વર્ષની કેદની સજા ફટકારી છે. અઢાણા ગામે 13 જૂન 2017ના રોજ યુવતીની મશ્કરી કરવાના મામલે હિંસક હુમલાનો બનાવ બન્યો હતો. આ કેસમાં આરોપીઓ ગોવિંદજી ઠાકોર, પંકજજી ઠાકોર, ખોડાજી ઠાકોર, ભાવુજી ઠાકોર, ભવાનજી ઠાકોર અને જોઇતાજી ઠાકોરએ એક સંપ થઇ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં પંકજે દિપક માસંગજીના માથામાં પાઇપ ફટકારી હતી અને ખોડાજીએ રાજુજીને ધારિયુ માર્યુ હતું.

તેમજ ભાવુજીએ અશોકજી તેમજ શૈલેષજીને હાથ ઉપર ઇજાઓ પહોંચાડી હતી. ઇશ્વરજીએ કેશાજીને લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો. સાંતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના બાદ કલોલની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલ આર. એલ. પટેલ અને ફરિયાદ પક્ષના વકીલો અલ્પેશ ભટ્ટ, અશોક ઠાકોર તેમજ ભાવીન ઠાકોરની દલીલો અને પુરાવાને ધ્યાને લઇ કોર્ટે આરોપી પંકજજીને હત્યાના પ્રયાસના ગુનામાં 10 વર્ષની શખત કેદની સજા ફટકારવામાં આવી હતી.

અન્ય એક કેસની વાત કરીએ તો કલોલ 2019માં પાનસર નજીક પાન પાર્લરની બાજુના ઘરમાં રહેતા મકાન માલિક અસરફહુસેન કાસમ ઉર્ફે બાદશાહ શેખના ઘરમાં દરોડો પાડ્યો હતો. જેમાં બે શખ્સો પાસેથી 1.87 લાખની કિંમતનો 31 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

આ ગુનામાં પોલીસે અસરફહુસેન કાસમ ઉર્ફે બાદશાહ શેખ (પાનસર, કલોલ), સાગ કમરૂધર રઘુનાથ (પદમપુર, ઓરીસ્સા) અને મનમથ ઉર્ફે પાપુન પ્રકાશચંન્દ્ર રાઉત (ખોદરા,ઓરીસ્સા)ને ઝડપી લીધા હતાં. આ કેસ કલોલની કોર્ટમાં ચાલી જતાં સાક્ષીઓ અને પુરવાના આધારે કોર્ટે ત્રણેય આરોપીઓને 10 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...