તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામીન મંજૂર:ગાંધીનગરનાં વાવોલના યુવાનના આપઘાત પ્રકરણમાં તેની પ્રેમિકાનાં જામીન કોર્ટે મંજૂર કર્યા

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફિંગર પ્રિન્ટ એક્સપર્ટનો અભિપ્રાય બાકી હોવા સાથે સ્યુસાઇડ નોટ મરનારપાસેથી મળી આવી ન હોવાનું કોર્ટે અવલોકન કર્યું

ગાંધીનગરમાં ટોક ઓફ ધી ટાઉન બનેલ વાવોલના યુવાનના આપઘાત પ્રકરણમાં પ્રેમિકા વિરુદ્ધ નોંધાયેલા દુષ્પ્રેરણના ગુનામાં ગાંધીનગર કોર્ટે યુવાન દ્વારા લખવામાં આવેલી મરણોત્તર ચિઠ્ઠીમાં હેંડ રાઈટિંગ એક્સપર્ટનો અભિપ્રાય બાકી હોવાનું તેમજ કેસની ટ્રાયલ ચાલે ત્યાં સુધી કાયમી સરનામું તેમજ મોબાઇલ નંબર નહીં બદલવા ઉપરાંત પાસપોર્ટ પણ તપાસ અધિકારીને જમા કરાવવાની શરતે પ્રેમિકાના જામીન મંજૂર કરવાનો હુકમ કર્યો છે.

ગાંધીનગરનાં ન્યુ વાવોલ 303 સંકલ રેસીડેન્સીમા રહેતા અને વાવ મુકામે બ્લુ બેલ એક્ઝોટિકા કોમ્પલેક્ષ શાકભાજીનો ધંધો કરતા 28 વર્ષીય વિપુલ ભોગીલાલ પટેલે નર્મદા કેનાલમાં આપઘાત કરીને જીવનનો અંત આણી લીધો હતો. મૃતકનાં ભાઈ નવનીતે સેકટર-7 પોલીસ મથકમાં સેકટર 4 /સી પ્લોટ નંબર 667/1 માં ભાડાના રહેતી મૃતકની પ્રેમિકા રીન્કુ ઉર્ફે રીના રમેશભાઈ માલાણી વિરુદ્ધ દુષ્પ્રેરણની ફરિયાદ દાખલ કરાવી હતી.

આ પ્રકરણમાં પોલીસને મૃતક વિપુલની મરણોત્તર ચિઠ્ઠી પણ કબ્જે લેવામાં આવી હતી. બીજી તરફ મૃતકના ભાઈ તેમજ તેના મિત્ર વર્તુળ ધ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તે રીન્કુએ વિપુલને વિદેશથી આવેલું એક કરોડનું પાર્સલ દિલ્હી ખાતેથી છોડાવવા માટે કસ્ટમ ડયુટી ભરવા પેટે રૂ. 18 લાખ જેટલી રકમ પડાવી લેવામાં આવી છે. તેમ છતાં રીન્કુ પણ તેને પૈસા નહીં આપે તો સંબંધો કાપી નાખવાનું કહી બ્લેક મેઇલ કર્યા કરતી હતી. આખરે કંટાળી ગયેલા વિપુલે કેનાલમાં આપઘાત કરવા જતા પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી. જે તેની માસીને મળી આવી હતી. બાદમાં વિપુલ નો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો.

આ સમગ્ર પ્રકરણમાં સેકટર-7 પોલીસ દ્વારા ફરાર પ્રેમિકા રીન્કુની તેની બહેનપણીના ઘરેથી ધરપકડ કરી લેવામાં આવી હતી અને કોર્ટે તેને સેન્ટ્રલ જેલમાં મોકલી આપી હતી. ત્યારે રીન્કુએ ગાંધીનગર કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જે કેસમાં કોર્ટે બન્ને પક્ષોની દલીલોનાં અંતે અવલોકન કર્યું હતું કે તપાસ અધિકારીએ સ્યુસાઇડ નોટનો ઉલ્લેખ કરાયો છે મરનારનાં ખિસ્સામાંથી મળી આવી નથી, પરંતુ મરનારની માસીનાં હાથમાં આવી હતી.

આવા સંજોગોમાં સમગ્ર હકીકત ઊંડાણ પૂર્વકની તપાસ નો વિષય છે. હેંડ રાઈટિંગ એક્સપર્ટ દ્વારા મરનાર હસ્તાક્ષર સાથે આ સ્યુસાઇડ નોટ સાથે ચકાસવાના બાકી છે. જો સ્યુસાઇડ નોટ મરનાર દ્વારા લખાઈ છે તો તેમાં તારીખનો ઉલ્લેખ નથી. ત્યારે અરજદાર કોઈ ગુનાહિત ઈતિહાસ ધરાવતા પણ ન હોય આ કેસની ટ્રાયલ ચાલે ત્યાં સુધી કાયમી સરનામું તેમજ મોબાઇલ નંબર નહીં બદલવા સહિત પાસપોર્ટ પણ તપાસ અધિકારી સમક્ષ જમા કરાવવા સહિતની શરતો મુજબ કોર્ટ ધ્વારા રીન્કુ ઉર્ફે રીના રમેશભાઈ માલાણી ની જામીન અરજી મંજૂર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...