રાજ્યની 8684 ગ્રામપંચાયત માટે 19 ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણી બાદ મંગળવારે મતગણતરી શરૂ થઇ હતી. જેમાં ત્રણ હજારથી વધુ ગ્રામપંચાયતોની મતગણતરી બુધવારે પણ ચાલુ છે. અમે આપને બાકી રહેલી ગ્રામપંચાયતના પરિણામ અંગે સતત અપડેટ આપતા રહીશું.
બનાસકાંઠામાં કાંકરેજ તાલુકાના સમણવા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે 21 વર્ષીય યુવતી ચૂંટાઈ આવી છે. સૌપ્રથમ વખત ચુંટણી જંગમાં ઊભી રહેલી યુવતીને ગામની મુખીયા તરીકે જીતડતા સરપંચે ગ્રામજનોનો આભાર માન્યો હતો. મહેસાણા તાલુકા પાચોટ, લાઘણજ અને ચરાડું ગામના પરિણામો રાત્રે એક વાગ્યે જાહેર કરાયા હતા. આ બાજુ અમરેલી જિલ્લામા સૌથી મોટી ધારી ગ્રામ પંચાયત પર પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવાની પેનલનો વિજય થયો હતો. જ્યારે વર્તમાન ધારાસભ્ય જે.વી.કાકડીયાની પેનલનો પરાજય થયો હતો.
ખેડા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. ગઈકાલે મતગણતરીની પ્રક્રિયા આજે વહેલી સવારે પરિપૂર્ણ થઈ હતી. આ વચ્ચે મહેમદાવાદના નવચેતન ગામનો એક બનાવે ભારે ચકચાર જગાવી છે. જેમાં મતગણતરી સેન્ટર પર જ્યારે આ ગામની મતગણતરી હાથ ધરાતી હતી ત્યારે એક મતપેટીમાંથી 4 જેટલા મતપત્રો બાજુના ગામના નીકળતાં ભારે આશ્ચર્ય સર્જાયુ હતું. આ અંગે હાજર રહેલા એજન્ટ દ્રારા વિરોધ કરાયો પણ વાત ન સાંભળતા અંતે આ બાબતે મુખ્ય જીલ્લા ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે.
ખેડા જિલ્લાનું પરિણામ તાલુકા પ્રમાણે
ગાંધીનગર જિલ્લાનૂું પરિણામ તાલુકા પ્રમાણે
સુત્રાપાડા વિજેતા ઉમેદવારોનું લિસ્ટ
તમારા ગામમાં કોણ બન્યા સરપંચ, જાણો જીતેલા ઉમેદવારોનું લિસ્ટ
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના જાફરપુરા ગામે ગ્રામ પંચાયતની ચુંટણીમાં વિજયી થયેલ ઉમેદવારના વિજય સરઘસમાં 7 જેટલા ઈસમોના ટોળાએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી ભારે ધિંગાણું મચાવયુ હતુ.પથ્થર મારો કરી તેમજ વાહનોની તોડફોડ કર્યાં બાદ ખેતરમાં મુકી રાખલ ઘાસના પુળામાં આગ ચંપી કરી નુકસાન પહોંચતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.