સ્વચ્છતાં સર્વેક્ષણ-2023ને લઈને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત શહેરોનો સફાઇ, સેનિટેશન, જાહેર શૌચાલય, વ્યક્તિગત શૌચાલય, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સહિતની બાબતોને આવરી લઇ દર વર્ષે જાન્યુઆરી મહિનામાં સર્વે કરી ક્રમાંક આપવામાં આવતો હોય છે. આ વર્ષે પણ ગાંધીનગર મહાનગરપાલિકા સ્વચ્છ સર્વેક્ષણ-2023માં ઉચ્ચ ક્રમાંક પ્રાપ્ત કરે તે માટે ‘સ્વચ્છ ગાંધીનગર’ના સુત્ર સાથે કોર્પોરેશન દ્વારા નાગરિકોની ભાગીદારી વધારવા માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કર્યું છે.
જેમાં બાળકો, યુવાઓ, વડિલો અને સંસ્થાઓને જોડવા માટે પોસ્ટર ડ્રોઇંગ, મુવી મેકિંગ, જીંગલ મેકિંગ, વકૃત્વ સ્પર્ધા અને સ્ટ્રીટ પ્લે કોમ્પિટીશન યોજાશે. સ્વચ્છતાના વિવિધ વિષયને આવરી લેતી આ સ્પર્ધાના આયોજન થકી નગરવાસીઓને જોડીને સફાઇની મહત્તાને ઉજાગર કરવાની સાથે લોકોમાં વધુ જાગૃત્તિ કેળવવામાં આવશે. આગામી તારીખ 28 નવેમ્બર સુધી તેના માટે ઓનલાઇન અરજીઓ https://forms.gle/BfTcMfVdxTQyS2hT7 લિંક પર સ્વીકારવામાં આવશે. વિજેતાઓને રોકડ પુરસ્કાર તથા આશ્વાસન ઇનામ આપવા માટે પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
સ્વચ્છતાં સર્વેક્ષણ-2022ના પરિણામમાંથી પાટનગર ગાંધીનગર બહાર ફેંકાઈ ગયું હતું. 2021માં 10 લાખથી ઓછી વસ્તી વાળા શહેરોમાં 6 ક્રમે રહેલું ગાંધીનગર 2022માં સીધું 23માં નંબર પર ધકેલાઈ ગયું હતું. સ્વચ્છતામાં પાછળ ધકેલાયા બાદ આગળ આવવા કવાયત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.