નિર્ણય:મનપા કર્મચારીઓ માટે દિવાળી પછી 26.76 કરોડના 148 આવાસ બનાવશે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ગ 2 અને 3ના કર્મીઓ માટે આવાસ બનાવવાની પ્રથમ મનપા

ગાંધીનગર મહાનગરપાલિકા દિવાળી પછી કર્મચારી માટે આવાસ બનાવશે. સરગાસણ જેવા પોશ વિસ્તારમાં મનપા રૂ. 26.76 કરોડના ખર્ચે 148 આવાસ તૈયાર કરશે. વર્ગ-1, 2 અને 3ના કર્મચારીઓ માટે ફ્લેટ ટાઇપ 2 બીએચકે અને 3 બીએચકે આવાસ બનશે.

વર્ગ 2 અને 3ના કર્મચારીઓ માટે આવાસ બનાવનારી ગાંધીનગર મહાનગરપાલિકા રાજ્યની 8 મનપામાં પ્રથમ બનશે. અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાલ બંગલો વિસ્તારમાં આવાસો તૈયાર કર્યા હતા. બાદમાં કર્મચારીઓને નક્કી કરેલા ભાવે વેચાતા આપી દેવાયા હતા. હવે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સરગાસણમાં આવાસ તૈયાર કરશે. આ માટે ગાંધીનગર કોર્પોરેશન દ્વારા દ્વારા ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

અધિકારી-કર્મચારીઓ માટે કેવા આવાસ બનશે
ક્લાસ-1 : અંદાજે 131 ચોરસ મીટર એરિયામાં 3 BHK ફ્લેટ બનશે, જેમાં G+4ના ટાવરમાં 1 ફ્લોર પર 2 યુનિટ મળી કુલ 8 મકાન બનશે.
ક્લાસ-2 : અંદાજે 107 ચોરસ મીટર એરિયામાં 3 BHK ફ્લેટ બનશે, જેમાં G+7ના બિલ્ડિંગમાં 1 ફ્લોર પર 4 યુનિટ મળી કુલ 28 આવાસ તૈયાર કરાશે.
ક્લાસ-3 : અંદાજે 55 ચોરસ મીટર એરિયામાં 3 BHK ફ્લેટ બનશે, જેમાં G+7ના 2 બિલ્ડિંગ બનશે. 1 ફ્લોર પર 8 યુનિટ હશે, જેમાં કુલ 112 આવાસ તૈયાર થશે.

અન્ય સમાચારો પણ છે...