તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • The Corporation Built A Wall Around It For The Security Of Sector 26, But With The Blessings Of The Former Corporator, The Manager Of The Parlor Made A Hole In The Wall And Made Way For It.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેવડી નીતિ:સેકટર-26ની સુરક્ષા માટે કોર્પોરેશને ચારેતરફ દીવાલ કરી પરંતુ, પૂર્વ કોર્પોરેટરના આશીર્વાદથી પાર્લરના સંચાલકે દીવાલમાં બાકોરૂ પાડી રસ્તો બનાવી દીધો

ગાંધીનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાર્લરના સંચાલકે પૂર્વ મહિલા કોર્પોરેટરના આશીર્વાદથી દિવાલમાં બાકોરાં પાડીને હંગામી રસ્તો બનાવ્યો
 • રહીશોમાં કોર્પોરેશનની બેવડી નીતિ સામે વિરોધ ઉભો થયો

ગાંધીનગરના સેક્ટર-26ની સુરક્ષા માટે કોર્પોરેશન દ્વારા બનાવામાં આવેલી સુરક્ષા દીવાલમાં પાર્લરના સંચાલકે પૂર્વ કોર્પોરેટરના આશીર્વાદથી બાકોરું પાડી હંગામી રસ્તો બનાવી દેતા સેકટર-26ના રહીશો દ્વારા છેલ્લા ત્રણ દિવસથી માથાકુટ કરવામાં આવી રહી હોવા છત્તા ગાંધીનગર મ્યુનિસિપલ તંત્રે પણ આંખ આડા કાન કરવામાં આવતા રહીશોમાં કોર્પોરેશનની બેવડી નીતિ સામે વિરોધનો વંટોળ ઉભો થયો છે.

ગાંધીનગરના સેક્ટરોમાં વધતી નાનીમોટી ચોરીઓ તેમજ રખડતા પશુઓ પર અંકુશ આવે તે માટે કરોડોના ખર્ચે સેક્ટરોની ફરતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુરક્ષા દીવાલ ઉભી કરવામાં આવી છે. એ જ મુજબ સેકટર-26ની સુરક્ષા માટે તેની ચારે તરફ પણ કોર્પોરેશને દીવાલ ચણી લીધી છે. જેના કારણે સેક્ટરની સુરક્ષામાં ચોક્કસથી વધારો થઈ ગયો છે.

આ સુરક્ષા દિવાલ ઉભી થવાથી સેક્ટરમાં અનઅધિકૃત વ્યક્તિઓને સુરક્ષા દિવાલના મુખ્ય પ્રવેશદ્વારથી જ પ્રવેશવાની ફરજ પડી છે. જેના કારણે સેક્ટરમાં કોણ આવન જાવન કરે તેનો જલ્દીથી ખ્યાલ પણ આવી જતો હોવાનું સ્થાનિક રહીશોમાં મત પ્રવર્તયો છે. ત્યારે અત્રેના એક પાર્લરના સંચાલકે સેક્ટરની સુરક્ષા દીવાલમાં બાકોરું પાડીને હંગામી રસ્તો બનાવી દેવામાં આવ્યો છે.

આ અંગે સેકટરના સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા સેકટર-26માં લાખો રૂપિયા ખર્ચીને સુરક્ષા દિવાલ ઉભી કરવામાં આવી છે. પરંતુ પાર્લરના સંચાલકે પૂર્વ મહિલા કોર્પોરેટરના આશીર્વાદથી દિવાલમાં બાકોરાં પાડીને હંગામી રસ્તો બનાવી દેવામાં આવ્યો છે. જેના કારણે અનઅધિકૃત વ્યક્તિઓને આસાનીથી સેક્ટરમાં પ્રવેશ મળી રહ્યો છે.

આ બાબતે છેલ્લા ત્રણ દિવસથી માથાકૂટ ચાલી રહી હોવા છતાં કોર્પોરેશન તંત્રએ પણ ચૂપકીદી સાધી લઈ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. જો સુરક્ષા દીવાલોમાં બાકોરા પાડવાના હતા તો સેક્ટરની ફરતે સુરક્ષા દિવાલ બનાવવાની કોઈ જરૂરિયાત પણ રહેતી નથી. હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી હોવાથી રહીશો કોર્પોરેશન તંત્રને રૂબરૂ જઇને ફરિયાદ પણ કરી શકતા નથી. કોર્પોરેશનની બેવડી નીતિના કારણે સેક્ટરોના અન્ય લોકો પણ સુરક્ષા દિવાલમાં બાકોરું પાડીને હંગામી રસ્તો ઉભો કરી દેતાં હોવાથી આ બાબતે કોર્પોરેશને ગંભીર રીતે વિચારીને દંડાત્મક પગલાં ભરવા જોઇએ એવી રહીશોએ માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો