તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાગ્રસ્ત દર્દી ગાયબ:સિવિલ હોસ્પિટલમાંથી કોરોનાગ્રસ્ત દર્દી નાસી ગયો, પોલીસે ઘરે તપાસ કરી તો આખો પરિવાર જ ગાયબ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર્દી ભાગી જતાં સિવિલ તંત્રને સ્થાનિક પોલીસની શરણ લેવાની ફરજ પડી
  • અગાઉ એક દર્દી ગુમ થઈ ગયા બાદ તેની લાશ બાથરૂમમાંથી મળી હતી

ગાંધીનગર સિવિલ હોસ્પિટલનાં કોવિડ વોર્ડમાંથી પીલવાઇ ગામનો 45 વર્ષીય કોરોના સંક્રમિત દર્દી અચાનક ગાયબ થઈ જતાં સિવિલ તંત્રએ પોલીસની શરણ લેવાની ફરજ પડી હતી. જેનાં પગલે સેકટર 7 પોલીસ દ્વારા તેના ઘરે તપાસ કરતા સમગ્ર પરિવાર જ ગાયબ થઈ ગયો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

સિવિલ તંત્રના શ્વાસ અદ્ધર થઈ ગયા

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં થોડા દિવસો અગાઉ પીલવાઈ ગામનો 45 વર્ષીય ભરત ચતુરભાઈ રાવળ કોરોનાની સારવાર માટે દાખલ થયો હતો. જે ટેમ્પો ચલાવીને ગુજરાન ચલાવતો હતો. ત્યારે સિવિલના કોવિડ વોર્ડમાંથી ભરત ગુરુવારે સવારે અચાનક ગાયબ થઈ જતાં સિવિલ તંત્રના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. કોરોના દર્દી ભરત કોઈને જાણ કર્યા વિના કોવિડ વોર્ડમાંથી ગાયબ થઈ જતાં સિવિલ તંત્ર દ્વારા આખી સિવિલ સહિતના બાથરૂમ ફેંદી નાખ્યા હતા. પરંતુ ભરતનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો.

સિવિલ તંત્રએ સ્થાનિક પોલીસની શરણ લેવાની ફરજ પડી

બાદમાં સિવિલના કર્મચારીઓ ભરતને શોધવા તેના ઘરે પણ ગયા હતા. જ્યાં ઘરે ખંભાતી તાળું લટકતું હતું. તાજેતરમાં આજ રીતે એક દર્દી ગુમ થઈ ગયા બાદ તેની લાશ બાથરૂમમાંથી મળી આવતા પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારે વધુ એક દર્દી અચાનક ગાયબ થઈ જતાં સિવિલ સત્તાધીશો પણ દોડતા થઇ ગયા હતા. આખરે હારી થાકીને સિવિલ તંત્રએ સ્થાનિક પોલીસની શરણ લેવાની ફરજ પડી હતી.

એપેડેમીક એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી થશે

આ અંગે સેકટર 7 પોલીસ ઈન્સ્પેક્ટર સચિન પવારે જણાવ્યું હતું કે, ફરિયાદના પગલે પીલવાઇ ગામના રાવળવાસમાં રહેતા ભરત રાવળની શોધખોળ માટે તેના ઘરે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ ભરત સહિત સમગ્ર પરિવાર ક્યાંક જતો રહ્યો હોવાનું માલુમ પડ્યું હતું. કોરોના સંક્રમિત ભરત જાણ કર્યા વિના ક્યાં જતો રહ્યો હોવાથી તેના વિરુદ્ધમાં એપેડેમીક એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...