તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • The Congress's Public Awareness Campaign On Issues Including Inflation Began; Arrest Of Congolese Activists Chanting Slogans In Protest Of Inflation

શુભારંભ:મોંઘવારી સહિતના મુદ્દે કોંગ્રેસની જનચેતના યાત્રાનો આરંભ થયો; મોંઘવારીના વિરોધમાં સૂત્રોચ્ચાર કરતા કોંગી કાર્યકરોની ધરપકડ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાવડા, ભરતસિંહ, મોઢવાડિયાએ યાત્રાનો આરંભ કરાવ્યો

ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ-ડીઝલ,ગેસના ભાવ ભડકે બળે છે, કોરોના મહામારી વચ્ચે નાગરિકોની બેરોજગારી છીનવાઇ છે ત્યારે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા રાજયભરમાં તા. 7થી17 જુલાઇ દરમિયાન જન ચેતના યાત્રા કાઢવાનો નિર્ણય કર્યો હતો. આ યાત્રાના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વડોદરાના પાદરા ખાતેથી આરંભ કરાવ્યો હતો.

તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સરકાર જીવન જરૂરિયાત વસ્તુંનો અસહ્ય ભાવ વધારો રોકવામાં નિષ્ફળ ગઇ છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ખંભાત તાલુકા ખાતેથી યાત્રાનો આરંભ કરાવ્યો હતો. જયારે પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ લુણાવાડા તાલુકા ખાતેથી યાત્રાનો આરંભ કરાવ્યો હતો. આવી રીતે પ્રદેશ કોંગ્રેસના વિવિધ નેતાઓએ જૂદા જૂદા શહેરોમાંથી યાત્રાનો આરંભ કરાવ્યો હતો. કેટલાક સ્થળે કોંગી કાર્યકરોની અટકાયત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...