તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GMC ચૂંટણી:મનપાની ચૂંટણી માટે કોંગ્રેસે 20 સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતારશે

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોર્પોરેશનની ચૂંટણીના ઉમેદવારની ખર્ચમર્યાદા रूरूરૂ.6 લાખ હોય છે, જોકે સ્ટાર પ્રચારના ખર્ચની મર્યાદા નક્કી નથી હોતી

કોરોનાના વધતા કેસો વચ્ચે ચૂંટણી લડવા તૈયાર થયેલા ભાજપ-કોંગ્રેસ પક્ષ દ્વારા આંતરીક પ્રચાર તો પહેલાંથી જ શરૂ કરી દેવાયો છે. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા 20 જેટલા સ્ટાર પ્રચારકોની યાદી ચૂંટણી પંચને સોંપવામાં આવી છે. સ્ટાર પ્રચારકોમાં રાજીવ સાતવ, અમિત ચાવડા, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ, ભરતસિંહ સોલંકી, અર્જૂન મોઢવાડિયા, સિધ્ધાર્થ પટેલ, શક્તસિંહ ગોહીલ, નરેશ રાવલ, હિંમતસિંહ પટેલ, તુષાર ચૌધરી, લાલજીભાઈ દેસાઈ, નારણ રાઠવા, ડો. પ્રભાબેન તાવીયાડ, કાદીર પીરઝાદા, જગદીશ ઠાકોર, પુંજાભાઈ વંશ, શૈલેષ પરમાર, જીતુભાઈ પટેલનો સમાવેશ કરાયો છે. એટલે કહીં શકાય છે ગાંધીનગર વિવિધ વિસ્તારોમાં રહેતાં વિવિધ સમાજના લોકોને આકર્ષવા માટે દરેક સમાજના નેતાઓને સ્ટાર પ્રચારકોમાં સમાવેશ કરાયો છે.

સામાન્ય રીતે કોર્પોરેશનની ચૂંટણી ઉમેદારની ખર્ચ મર્યાદા 6 લાખ રૂપિયા હોય છે. જોકે સ્ટાર પ્રચારનો ખર્ચ પાર્ટીમાં ગણાતો હોય છે જેને કોઈ મર્યાદા નક્કી નથી હોતી. જેને પગલે પક્ષો દ્વારા પોતાના સ્ટાર પ્રચારકોનું લીસ્ટ ચૂંટણી પંચને સોંપતું હોય છે. ભાજપ દ્વારા પણ એક બે દિવસમાં પોતાના સ્ટાર પ્રચારકોની યાદી ચૂંટણી પંચને સોંપાય તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો