અર્બન હેલ્થ સેન્ટરમાં ઓપીડી વધારવા તેમજ સગર્ભા મહિલાઓ અને બાળકોને રસીકરણ સહિતની કામગીરી સઘન કરવાની સૂચના આપી હતી. ઉપરાંત માતા અને બાળ મરણના કારણોની સમીક્ષા કરીને તેનો યોગ્ય ઉકેલ લાવવાની મહાનગર પાલિકાના કમિશનરે સૂચના આપી હતી. ઉપરાંત આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓની માહિતી લીધી હતી.
મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગની વિવિધ કામગીરીઓની માહિતી લેવાની સાથે સાથે મનપાના કમિશ્નરે જરૂરી સૂચના આપવામાં આવી હતી. મનપાના કમિશ્નરે સુચના આપી હતી કે લોકો વધુને વધુ અર્બન હેલ્થ સેન્ટરમાં સારવાર અને નિદાન માટે તેવું આયોજન કરવું. અર્બન હેલ્થ સેન્ટરની ઓપીડીમાં વધારો કરવો. મનપા વિસ્તારની સગર્ભા મહિલાઓ અને બાળકોને આપવામાં આવતી રસી નિયમિત લે તેમજ અન્ય આરોગ્ય સેવાનો લાભ આપવા કમિશ્નરે સુચના આપી હતી.
મનપા વિસ્તારમાં થયેલા માતા અને બાળ મરણની નોંધણી યોગ્ય રીતે કરવાની સાથે સાથે મરણનું કારણ જાણીને તેનો ઉકેલ લાવવાની કામગીરી કરવી. વધુમાં ટીબી નાબુદી અભિયાનના ભાગરૂપે ટીબીના દરેક દર્દીઓ સારવાર પૂર્ણ કરે તેમજ તેઓને જરૂરી પોષણ સહાય અને નિશ્ચય મિત્રની મદદ મળી રહે તેવું આયોજન કરવા કમિશનરે જણાવ્યું હતું. મનપા વિસ્તારમાં કોઇપણ પ્રકારના રોગચાળા બાબતે સતર્ક કરીને તાત્કાલિક અસરથી રેપીડ રિસ્પોન્સ ટીમ દ્વારા પગલાં લઇને અસરગ્રસ્ત લોકોની સારવાર થાય તેવું આયોજન કરવું. વધુમાં મનપા વિસ્તારના તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં કાયાકલ્પ અને એનક્યુએએસના ધારાધોરણ મુજબ સારવાર લોકોને મળી રહે તેવું આયોજન કરવા કમિશનરે સૂચના આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.