કોરોના:ઓમિક્રોનના BA1, BA2 વાઇરસનું સંયોજન એટલે EX વાઇરસ, નિષ્ણાત

ગાંધીનગરએક મહિનો પહેલાલેખક: હિતેષ જયસ્વાલ
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • GBRCના વૈજ્ઞાનિકોના મતે ચોથી લહેરની શક્યતા નહિવત્

કોરોનાના નવા એક્સઈ વાઇરસે વડોદરામાં દેખા દેતાં લોકોમાં ચોથી લહેર આ‌વવાની ભીતિ ફેલાઈ છે. આ અંગે જીબીઆરસીના સાયન્ટિસ્ટ ડૉ. અપૂર્વસિંહ પુવારે જણાવ્યું હતું કે એક્સઈ વેરિયેન્ટ એ ઓમિક્રોનનો જ એક ભાગ છે. દર્દીમાં બીએ1 અને બીએ2 વાઇરસનું સંયોજન એટલે એક્સઈ વેરિયેન્ટ છે, જે ઓમિક્રોનની ઘાતક અસર જોવા મળી નથી. આથી એક્સઈ વેરિયેન્ટની ઘાતક અસર રહેશે નહીં. ઉપરાંત સંક્રમિત વ્યક્તિને માત્ર ફ્લુ થયો હોય તેવાં જ લક્ષણો જોવા મળશે. આથી કોરોનાની ચોથી લહેર આવવાની કોઈ જ શક્યતા નથી.

જીબીઆરસીમાં રોજના કેટલા એક્સઇ વેરીયન્ટના ટેસ્ટીંગ માટે સેમ્પલ આવે છે તેમ પૂછતા સાયન્ટિસ્ટે જણાવ્યું હતું કે રોજ 10 જેટલાં સેમ્પલ ટેસ્ટિગ માટે આવે છે. જોકે પાંચેક દિવસથી જ એક્સઇ વેરિયેન્ટ છે કે નહીં તેના ટેસ્ટિંગ માટે સેમ્પલ આવે છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના અલગ અલગ ત્રણ તબક્કાનો અનુભવ લોકોને થયો છે. તેમાં પ્રથમ તબક્કો મંદ હોવા છતાં લાંબો ચાલ્યો હતો. ત્યારબાદ બીજો તબક્કો વધારે ઘાતક રહ્યો અને માંડ અઢી માસ જેટલી જ તેની અસર જોવા મળી હતી. જ્યારે ત્રીજો તબક્કો પણ દોઢેક માસ રહ્યો પરંતુ તેની બીજા તબક્કા જેવી ઘાતકતા જોવા મળી નથી.

હાલમાં કોરોનાની સુષુપ્ત અવસ્થામાં નવો એક્સઇ વેરીયન્ટ સામે આવ્યો છે. જોકે રાજ્યમાં એક્સઇ વેરીયન્ટનો પ્રથમ કેસ વડોદરામાં નોંધાયો છે. કોરોનાના નવા વેરીયન્ટ એક્સઇ સામે આવતા ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે. કોરોનાનો નવો વેરીયન્ટ એક્સઇ સામે આવતા જ ચોથી લહેરની શક્યતા છે કે નહી તેમ પુછતા જીબીઆરસીના સાયન્ટીસે જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષથી કોરોનાની અસરથી માનવીની બોડીમાં રોગ પ્રતિકારક શક્તિ વધી જવા પામી છે. ઉપરાંત વાયરસની અસર પણ એટલી ઘાતક રહે નહી એટલે ચોથી લહેરની કોઇ જ શક્યતા નથી

વાયરસની ઘાતકતા ઉપર અસર કરતા કારણો
કોઇપણ વાયરસની ઘાતકતા ઉપર માનવ જિનેટીક બંધારણ કારણભૂત હોય છે. વાયરસની ઘાતકતા નબળી પડે છે. વાયરસ એક્સપોઝ થાય નહી ઓમિક્રોન પછી એક્સબીએ1ની અસર નવેમ્બર 21થી જાન્યુઆરી, સુધી રહી હતી જ્યારે એક્સબીએ2ની અસર ડિસેમ્બર-2021થી એપ્રિલ-2022 સુધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...