તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • The Collector municipal Commissioner Of Metros Will Decide On The Affiliation With A Private Hospital; The Burden On Government Hospitals Increased

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાના કેસ વધતાં આદેશ:મહાનગરોના કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનર ખાનગી હોસ્પિટલ સાથે જોડાણનો નિર્ણય લેશે; સરકારી હોસ્પિટલો પર ભારણ વધ્યું

ગાંધીનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • મહાનગરોમાં કમિશનર અને જિલ્લા સ્તરે કલેક્ટરને સત્તા અપાઈ
 • મંત્રી કૌશિક પટેલના કાર્યાલય સ્ટાફમાં 6 પોઝિટિવ

ગુજરાતમાં વધી રહેલાં કોરોના કેસને કારણે સરકારી હોસ્પિટલો પર ભારણ વધી રહ્યું છે, તેથી સરકારે હવે નિર્ણય લીધો છે કે જ્યાં દર્દીઓનું પ્રમાણ વધુ હોય અને સરકારી હોસ્પિટલો ભરાઇ રહી હોય, તેવાં કિસ્સામાં ત્યાંની ખાનગી હોસ્પિટલો સાથે સંબંધિત કલેક્ટર અથવા મ્યુનિસિપલ કમિશનર જાતે જ નિર્ણય લઇને દર્દીઓની સારવારની વ્યવસ્થા કરી શકશે. મ્યુનિસિપલ કમિશ્નર અને કલેક્ટર પોતાની સત્તાનો ઉપયોગ કરીને હવે કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ તરીકે ખાનગી હોસ્પિટલોમાં બેડ ખાલી રખાવી શકશે. આ ઉપરાંત કોઇપણ સાધનની ખરીદી માટે ઇમરજન્સીના કિસ્સામાં આરોગ્ય વિભાગની મંજૂરી લેવાની રહેશે નહીં અને અધિકારી પોતાની રીતે ટેન્ડર બહાર પાડીને આવાં સાધનો ખરીદી શકશે.

સરકારી કચેરીઓમાં પણ કોરોના વકર્યો
રાજ્ય સરકારે આઠ મહાનગરોમાં કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે વધુ આઠ અધિકારીઓની નિયુક્તિ કરી છે. આ માટે અમદાવાદમાં ડો મનીષ બંસલ, સુરતમાં દિનેશ રબારી, વડોદરામાં હર્ષિત ગોસાવી, ગાંધીનગરમાં અમિત યાદવ, રાજકોટમાં સ્તુતિ ચારણ, ભાવનગરમાં આર આર ડામોર, જામનગરમાં આર ધનપાલ તથા જૂનાગઢમાં સુનિલકુમાર બેરવાલને નિયુક્તિ અપાઇ છે. સોમવારે મંત્રી કૌશિક પટેલના કાર્યાલયમાં સ્ટાફ તરીકે કામ કરતાં છ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મંત્રીના પીએ, પીએસ સહિતના અધિકારીથી માંડીને પટ્ટાવાળા સુધીના સ્ટાફના લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યાલયમાં કામ કરતાં એક કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

8 મહાનગરોમાં 8 IAS અધિકારીઓ કોવિડની જવાબદારી સંભાળશે

અધિકારીજિલ્લો
આર.આર.ડામોરભાવનગર
આર.ધનપાલજામનગર
ડૉ.સુનિલકુમાર બેરવાલજૂનાગઢ
ડૉ.મનીષ બંસલઅમદાવાદ
દિનેશ રબારીસુરત
ડૉ.હર્ષિત ગોસાવીવડોદરા
અમિત યાદવગાંધીનગર
સ્તુતિ ચારણરાજકોટ

રેમડેસિવિરના કાળાબજાર રોકવા માંગ
કોરોનાની સ્થિતિ બેકાબુ બની છે ત્યારે કોરોનાના દર્દીની સારવાર માટે રેમડેસીવીર ઇન્જેકશન અસરકારક છે. આવી સ્થિતિમાં રાજયમાં છેલ્લા બે દિવસથી રેમડેસિવિર ઇન્જેકશનની છેલ્લા બે દિવસથી અછત ઉભી થઇ છે તેમ કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખનું કહેવું છે. ઇન્જેકશનની જરૂરિયાત વધતા તેના કાળા બજાર થઇ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં રેમડેસીવીર ઇન્જેકશનનો પુરતો સ્ટોક ઉપલબ્ધ કરાવવા ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો