તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કમિટીની પુનઃરચના:કોરોનામાં તાત્કાલિક 5 કરોડથી વધુનાં સાધનો-દવાઓની ખરીદી માટે CMને જાણ કરવી પડશે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલ, પ્રવાસન સચિવ હારિત શુક્લાને પણ સમાવાયા

રાજ્યમાં કોરોના નિયંત્રણ અને દર્દીઓની સારવાર માટે જરૂરી દવાઓ, સાધનો અને સેવાઓની તાત્કાલિક ખરીદી માટે ખાસ ખરીદ સમિતિની પુનઃરચના કરાઇ છે, સાથે 5 કરોડથી વધુની ખરીદીના કિસ્સામાં ખરીદી કે ટેન્ડર મંજૂરીનો નિર્ણય કર્યાના 5 દિવસમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રિપોર્ટ મોકલી જાણ કરવાની શરત પણ ઉમેરી છે.

રાજ્યમાં કોરોના સંક્રમણની શરૂઆત થઇ ત્યારે તાત્કાલિક સારવાર માટે દવાઓ, સાધન અને સેવાઓ તેમજ માનવબળની જરૂરિયાતોને પહોંચી વળવા ખાસ ખરીદ સમિતિ બનાવી હતી. માર્ચ 2020માં બનેલી આ સમિતિને સરકારની વર્તમાન ખરીદનીતિ તથા અન્ય પ્રક્રિયાઓને અનુસર્યા વિના તાત્કાલિક સંજોગોમાં જરૂરી જણાય તે દવાઓ, સાધનો સહિત જરૂરી વસ્તુઓ, સેવાઓ ખરીદવાની સત્તા આપી હતી. હવે આ સમિતિની પુનઃરચના કરવાની સાથે એકસાથે 5 કરોડથી વધુની ખરીદના નિર્ણયની જાણ કરવાની શરત પણ મૂકાઈ છે.

સમિતિના અધ્યક્ષ તરીકે નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી જ્યારે સભ્ય તરીકે બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ દાસ તથા આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેને યથાવત રાખ્યા છે. આરોગ્ય વિભાગના તત્કાલિન અગ્રસચિવ જયંતી રવિ ડેપ્યુટેશન પર જતાં તેમને સ્થાને અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલનો સમાવેશ કર્યો છે. આ ઉપરાંત વધુ એક સભ્ય તરીકે પ્રવાસન વિભાગના સચિવ હારિત શુક્લાને પણ સમિતિમાં લેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...