દિવ્ય ભાસ્કર ડીજીટલ ના જ્યોતિષ વિભાગના "ભાગ્યના ભેદ " કોલમના લેખક ડો.પંકજ નાગર ને તેમ ની દેશ વિદેશ અને રાજકારણની સચોટ આગાહીઓ માટે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રશંસાપત્ર પાઠવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી તરફથી પાઠવવામાં આવેલા પ્રશંસાપત્રમાં ડો. પંકજ નાગરે જ્યોતિષ શાસ્ત્રના આધારે કરેલી સચોટ આગાહીઓની સરાહના કરી છે.
મુખ્યમંત્રી દ્વારા પાઠવવામાં આવેલા પત્રમાં જણાવ્યું છે કે, ડો. પંકજ નાગર છેલ્લા 38 વર્ષથી જ્યોતિષશાસ્ત્રના સચોટ માધ્યમથી 'અંધશ્રદ્ધા દૂર કરી જ્યોતિષ જ્ઞાન જાગૃતિ' અભિયાનનું સાર્થક કાર્ય કરી રહ્યા છે તે જાણીને આનંદ થયો. દેશમાં વિવિધ ઘટનાઓ સંદર્ભે ડો. નાગર દ્વારા કરવામાં આવતી આગાહીઓ મહદઅંશે સચોટ પુરવાટ થઈ હોવાનું જાણી આનંદ થયો. ભવિષ્યમાં તેમના જ્ઞાનનો ઉપયોગ જનતાને સમર્થક બની રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
ડો.પંકજ નાગરને પાઠવેલા પત્રમાં તેમ ની આગાહીઓ ઉપરાંત જ્યોતિષશાસ્ત્રમાં ૩૮ વર્ષના અનુભવનો ઉલ્લેખ અને સચોટ આગાહી કરનારા વિરલા તરીકે તેમની સરાહના કરવામાં આવી છે. ડો.પંકજ નાગર વર્ષોથી 'દિવ્ય ભાસ્કર' ડિજિટલ સાથે જોડાયેલા છે.ડો.નાગરને 2022 દરમિયાન IBR અવોર્ડ મળેલ છે અને કાશી બનારસ હિંદુ વિદ્યાલય દ્વારા ઇ.સ.2000ની સાલમાં Phdઇન એસ્ટ્રોલોજી ની ડીગ્રી પણ મેળવેલ છે. TV પર સળંગ 700 શો કરનારા તેઓ માત્ર એક જ જ્યોતિષી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.