રોગચાળો:શહેરમાં અઠવાડિયામાં શરદી-ખાંસીના 184 કેસ;નવા સ્ટ્રેઇનનાં લક્ષણો જોવા મળ્યાં

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાઇરસના નવા સ્ટ્રેઇનના પગલે સૂકી ખાંસી પંદર દિવસ સુધી જોવા મળે છે

હાલમાં ડબલ ઋતુને પગલે શરદી-ખાંસીના કેસોમાં ઉછાળો આવ્યો છે. જેને પરિણામે માત્ર એક જ સપ્તાહમાં મનપા વિસ્તારમાં 184 સાથે જિલ્લામાં 681 કેસ નોંધાયા છે. જોકે હાલમાં વાયરસનો એચ3એન2 નવો સ્ટ્રેઇન પ્રાથમિક તબક્કે હોવાની શક્યતા આરોગ્ય વિભાગને છે. જેને પરિણામે સુકી ખાંસી પંદરેક દિવસ સુધી દર્દીઓમાં જોવા મળી રહી છે. આ જ વાયરસનો સ્ટ્રેઇન છે કે નહીં તે અંગેનું રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા પંદરેક દિવસથી શિયાળાની વિદાયની સાથે સાથે ઉનાળાનું આગમન જોવા મળી રહ્યું છે. જેને પરિણામે નગરના વાતાવરણમાં ફેરફારને પગલે રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે.

ત્યારે આવી ડબલ ઋતુને પગલે વાયરલ બીમારીના કેસો સામાન્ય રીતે વધતા હોય છે. જેમાં શરદી-ખાંસી અને તાવના કેસો મળી આવ્યા છે. પરંતુ તેમાંય ગળાના ઇન્ફેક્શનના કેસોમાં એકાએક ઉછાળો આવ્યો છે. જેને પરિણામે ચારથી પાંચ દિવસમાં મટી જતી શરદી અને ખાંસી દસેક દિવસ સુધી જોવા મળે છે. ઉપરાંત શરદી મટી ગયા બાદ પણ સુકી ખાંસી પંદરેક દિવસ દર્દીઓમાં જોવા મળી રહી છે.

જોકે સામાન્ય રીતે ફ્લુના કેસોમાં સ્વાઇન ફ્લુનો સ્ટ્રેઇન એચ1એન1 હતો. જ્યારે હાલમાં જોવા મળતો ફ્લુના વાઇરસમાં એચ3એન2નો સ્ટ્રેઇન પ્રાથમિક તબક્કે હોવાનું આરોગ્ય તંત્રને લાગી રહ્યું છે. જોકે નવા સ્ટ્રેઇન અંગેનું લેબોરેટરી પરીક્ષણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. પરંતુ વર્તમાન ફ્લુના વાયરસમાં દર્દીઓએ ખાસ કાળજી રાખવા જિલ્લા રોગચાળા અધિકારી ડો.વિક્રમસિંહ સોલંકીએ જણાવ્યું છે.

વાઇરસના નવા સ્ટ્રેઇનની ચકાસણી ચાલી રહી છે : આરોગ્ય વિભાગ
શરદી અને ખાંસીના દર્દીઓમાં જોવા મળતો નવા વાઇરસનો એચ3એન2ના નવા સ્ટ્રેઇન અંગેનું પ્રાથમિક તારણ આવ્યું છે. જોકે તેનું લેબોરેટરી પરીક્ષણને અંતે નક્કી કરવામાં આવશે. જોકે શરદી અને ખાંસીના વાઇરસનું જિનોમ સિક્વન્સીસ કરવામાં આવતું નથી. ઉપરાંત આ જ સ્ટ્રેઇનમાં કેટલા કેસ નોંધાયા તેની પણ લેબોરેટરી પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. શરદી-ખાંસીના દર્દીઓએ સારવાર માટે એન્ટીબાયોટીક દવાઓ બિનજરૂરી લેવી નહી. ડોક્ટરની સલાહ બાદ એન્ટીબાયોટીક દવા લેવી. એક સપ્તાહથી વધુ બિમારી રહે તો ડોક્ટરનું માર્ગદર્શનના આધારે દવાઓ લેવી જોઇએ. બિમારીના દર્દીઓએ ડાયરેક્ટ મેડિકલ સ્ટોર્સમાંથી દવા લેવી નહી સહિતની તકેદારી રાખવી જરૂરી છે. શરદી -ખાંસીના દર્દીઓએ વાઇરસ શ્વસનતંત્રને અસર કરતો હોવાથી તેની તકેદારી રાખવી જોઇએ. માસ્ક પણ પહેરવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...