તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હડતાળની ઈફેક્ટ:ગુરુવારે શહેરમાં 2 દિવસનો 52 ટન કચરો ઉઠાવાયો

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
સરગાસણની સોસાયટીએ 4-5 દિવસથી ભેગા થયેલા કચરાનો જાતે નિકાલ કર્યો હતો. - Divya Bhaskar
સરગાસણની સોસાયટીએ 4-5 દિવસથી ભેગા થયેલા કચરાનો જાતે નિકાલ કર્યો હતો.
  • કચરો લેવા આવતા કર્મચારીઓ સાથે સંઘર્ષમાં ન ઉતરવા લોકોને વસાહત મહાસંઘની અપીલ

ગાંધીનગરમાં બુધવારે કચરો ઉઠાવતા કર્મચારીઓ કામથી અળગા રહેતાં ગુરુવારે તેની અસર દેખાઈ હતી. બીજા દિવસે કર્મચારીઓએ અલગ કરાયેલો 52 ટન કચરો ઉઠાવ્યો હતો. એટલે કે બે દિવસનો ભેગો થયેલો કચરો લીધો હતો. નિયમ પાલનની શરૂઆત થઈ ત્યારથી 30-35 ટન જેટલો જ કચરો એકઠો થાય છે.

બીજી તરફ ગાંધીનગર શહેર વસાહત મહાસંઘે નાગરિકોને કચરો લેવા આવતા કર્મચારીઓ સાથે સંઘર્ષમાં ન ઉતરવા અપીલ કરી છે. આ અંગે કેશેરીસિંહ બિહાલાએ કહ્યું હતું કે, 2017માં ડસ્ટબીન અપાયાં હતાં પરંતુ અપૂરતા હોવાથી વસાહતીઓ કચરો એક જ ડસ્ટબીનમાં આપે છે. જે કોર્પોરેશન દ્વારા ડંપીગ સાઈડ પર વર્ગીકૃત કરાયો હતો પરંતુ નવા કમિશનર ધવલ પટેલે નવા ડસ્ટબીનની વ્યવસ્થા કર્યા વગર જ વસાહતીઓ પર કચરો અલગ-અલગ આપવા માટે તેઓને રાતોરાત નિણૅય ઠોકી બેસાડેલ છે. જેની સામે નાગરિકોને વાંધો છે.

નાગરિકો અલગ-અલગ કચરો આપવા તૈયાર છે પહેલાં ઘરે-ઘરે ડસ્ટબીન પહોંચાડવામાં આવે. જો કમિશનરની સત્તા મર્યાદિત હોય તો હાલ પુરતો નિણૅય મોકુફ રાખી વિવાદનો અંત લાવે. ચૂંટણી પછી ચુંટાયેલા કોર્પોરેટરો પર નિણૅય છોડી દે. કમિશનર આ મુદ્દાને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યા સિવાય વિવાદનો અંત લાવે અને સફાઈ કામદારો-નાગરિકો વચ્ચે સંઘર્ષ ટાળવામાં આવ તેવી નમ્ર અપીલ છે. ડસ્ટબીન ગૌણ છે પરંતુ નાગરિક વેરા આપે તો તેને સુખ-સુવિધા મળવી જોઈએ તે અધિકાર છે.

સોસાયટીમાં 4-5 દિવસમાં તો ટ્રેક્ટર ભરાઈ જાય છે
કચરો ભેગો હોવાથી અનેક સોસાયટીઓમાંથી કચરો ઉઠાવાતો નથી. જેને પગલે સોસાયટીઓ દ્વારા 4-5 દિવસનો કચરો ટ્રેક્ટરમાં ભેગો કરીને નીકાલ કરે છે. કેટલીક મોટી સોસાયટીઓમાં તો 2 દિવસમાં જ આખું ટ્રેક્ટર ભરાઈ જાય છે. સરગાસણની એક સોસાયટી દ્વારા ગુરુવારે કચરો ટ્રેક્ટરમાં ભેગો કરીને નિકાલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...