કાર્યકરોમાં ચર્ચા:ગાંધીનગર શહેર ભાજપના વિવિધ મોરચાની રચના બાબતે કચવાટ

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રમુખે ભાગીદારો અને માનીતાઓને હોદ્દા આપ્યાની કાર્યકરોમાં ચર્ચા
  • ગાંધીનગર શહેર ભાજપ કોર્પોરેશનની ચૂંટણી માટે તૈયારીમાં વ્યસ્ત થઈ રહ્યુ છે, ત્યારે વરણીને લઈને કાર્યકરોમાં નારાજગી

કોરોના સંક્રમણ ઓછું થતાં હવે ગાંધીનગર શહેર ભાજપ કોર્પોરેશનની ચૂંટણી માટે તૈયારીમાં લાગી ગયું છે. ચૂંટણી પહેલા ભાજપ સંગઠનમાં વિવિધ મોરચામાં હોદ્દેદારોની વરણી કરાઈ છે. નવી નિમણૂંકોમાં ક્યાકને ક્યાક કાર્યકરોમાં ચર્ચા અને નારાજગી હોવાનું કહેવાય છે.

સંગઠનના ઉપાધ્યક્ષ ઉરેનભાઈ પટેલ, ગૌરાંગભાઈ વ્યાસ અને મંત્રી ખોડીદાસ મકવાણાના પરિવારના સભ્યોની કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારો તરીકે પસંદગી થઈ છે. તેથી પક્ષની પ્રણાલી મુજબ તેમને સંગઠનના પદ પરથી મુક્ત કરી ખાલી પડેલી જગ્યાઓ પર નવી નિમણૂંકો કરાઈ છે. જેમાં ઉપાધ્યક્ષ તરીકે જીગ્નેશભાઈ પટેલ, નિલેશકુમાર પટેલ તથા મંત્રી તરીકે ડૉ. નીતિન અંજાનની વરણી કરાઈ છે જ્યારે યુવા મોરચાના પ્રમુખ તરીકે યુવરાજસિંહ ચાવડા તથા મહામંત્રી તરીકે રવિ રાવલ, હરીશ પટેલની પસંદગી કરાઈ છે.

મહિલા મોરચામાં પ્રમુખ પદે પ્રિયાબેન પટેલ, મહામંત્રી પદે વર્ષાબેન શુક્લ, હર્ષાબા ધાંધલ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે સુઘના મહોતજી ઠાકોર, મહામંત્રી તરીકે અમિતબાઈ દેસાઈ, કલ્પેશભાઈ બ્રહ્મભટ્ટની વરણી થઈ છે. કિસાન મોરચામાં ભાટના હર્ષદભાઈ પટેલને પ્રમુખ તથા જયપાલસિંહ વાઘેલા અને ઉદયનભાઈ પટેલને મહામંત્રી બનાવાયા છે. લઘુમતી મોરચામાં પ્રમુખ તરીકે યુસુફભાઈ શેખ, મહામંત્રી તરીકે રીઝવાન તઈબાની, ઝાકિર હુસૈનની વરણી થઈ છે. શહેર ભાજપ પ્રમુખે પસંદ કરાયેલા હોદ્દોદારોમાં બે તેમના વ્યવસાયીક ભાગીદાર હોવાનું કહેવાય છે. જ્યારે પાંચ લોકો તેમના નજીકના મનાય છે.

અન્ય સમાચારો પણ છે...