તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:ગાંધીનગરના વાવોલમાં વૃદ્ધ પર તેના પત્ની અને પુત્રોએ હુમલો કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણાથી વાવોલ કામ અર્થે આવેલા પિતાને સોસાયટીના રહીશો બચાવ્યા

મહેસાણા ખાતેનાં બીએસએનએલ વિભાગનાં નિવૃત આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ સોસાયટીના કામ અર્થે ગાંધીનગરના વાવોલ આવી પહોંચતા પત્ની અને બે પુત્રોએ પિત્તો ગુમાવી દઈ બિભત્સ ગાળા ગાળી કરીને લાકડાનું દંડૂકુ ફટકારી ગડદાપાટુનો ઢોર માર મારી ખૂન કરવાની ધમકી આપતા સેકટર 7 પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મહેસાણાનાં કોરડા ગામના મૂળ વતની અને વાવોલ સંપત રો-હાઉસમાં રહેતા અમરતભાઈ સોમાભાઈ સોમેશ્વરના પરિવારમાં પત્ની રતનબેન તેમજ બે પુત્રો મેહુલ અને કૃષ્ણકાંત છે. 63 વર્ષીય અમરતાભાઈ મહેસાણા ખાતે બીએસએનએલ વિભાગમાંથી આસીસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટનાં હોદ્દા પરથી વીઆરએસ લઈ નિવૃત જીવન જીવી રહ્યા છે.પરિવારના સભ્યો સાથે મનમેળ ન હોવાથી અમરતભાઈ તેમના મૂળ વતન કોરડા ખાતે છેલ્લા છ મહિનાથી એકલા રહે છે.

ગઈકાલે સાંજના સાડા છ વાગ્યાના અરસામાં અમરતભાઈ સોસાયટીનાં કામ અર્થે ગાંધીનગર વાવોલ આવ્યા હતા.તે દરમિયાન પત્ની રતનબેન પતિને જોઈને એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી કરી કહેવા લાગેલા કે અહીં કેમ આવ્યા છો અહીંયા આવવાનું નહીં ઘર અમારું છે. જેથી પતિ પત્ની વચ્ચે માથાકૂટ ચાલી હતી હતી તે વખતે મોટો પુત્ર મેહુલ પણ આવી પહોંચ્યો હતો. અને માતા પિતાના ઝગડામાં તે પણ વચ્ચે પડી પિતા અમરતભાઇ ને ગાળાગાળી કરવા લાગ્યો હતો.

બાદમાં માતા પુત્ર ભેગા મળી અમરતભાઈ ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. ત્યારે નાનો પુત્ર કૃષ્ણકાંત પણ હાથમાં લાકડા નું દંડૂકુ લઈને દોડી આવ્યો હતો અને તેના પિતાના બરડામાં દંડૂકુ ફટકારવા લાગ્યો હતો. જેનાં પગલે અમરતભાઈએ બૂમાબૂમ કરતા આસપાસના વસાહતીઓ દોડી આવ્યા હતા અને તેમને વધુ માર મારથી છોડાવ્યા હતા.

ત્યારે ત્રણેય માતા પુત્રોએ ઘરમાં જતાં જતાં અમરતભાઈને ફરી વખત ઘરે આવશો તો ખૂન કરી નાખવાની ધમકી ઓ પણ આપી હતી. બાદમાં ઈજાગ્રસ્ત અમરતભાઈને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પિતાની ફરિયાદના આધારે સેકટર 7 પોલીસે પત્ની અને બે પુત્રો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...