સીઝનની રેકોર્ડ બ્રેક ઠંડી:હાડ થીજવતી ઠંડીમાં પાટનગર ઠુંઠવાયું ,લઘુતમ પારો 8 ડિગ્રી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર રાજ્યનું ત્રીજા નંબરનું સૌથી ઠંડુ શહેર રહ્યું
  • ઉત્તરીય ઠંડા પવનોથી કોલ્ડવેવની હવામાન વિભાગની આગાહી

ઉત્તરીય ઠંડા પવનોથી પાટનગરવાસીઓએ સીઝનની રેકોર્ડ બ્રેક ઠંડીનો અનુભવ શનિવારની રાત્રે કર્યો છે. માત્ર 24 કલાકમાં જ નગરનું લઘુત્તમ તાપમાનનો પારો 2 ડિગ્રી ગગડતા 8 ડિગ્રીએ અટક્યો હતો. હાડ થીજવતી ઠંડીથી વૃદ્ધોની હાલત કફોડી બની ગઇ હતી. ઉપરાંત ઘરના બારી બારણા દિવસભર બંધ રાખવાની નગરવાસીઓને ફરજ પડી હતી.

છેલ્લા પાંચ દિવસથી કાશ્મીરમાં થઇ રહેલી બરફ વર્ષા અને ઉત્તરીય ઠંડા પવનોને પગલે પાટનગર સહિત સમગ્ર રાજ્ય કોલ્ડવેવનું મોજું ફરી વળ્યું છે. જેને પરિણામે લઘુત્તમ પારો નીચે ઉતરી રહ્યો છે. રાજ્યમાં નલીયાનું લઘુત્તમ તાપમાન 4.2 ડિગ્રી સાથે પ્રથમ, ડિસાનું લઘુત્તમ તાપમાન 7.8 ડીગ્રી સાથે બીજા ક્રમે જ્યારે ગાંધીનગર 8 ડીગ્રી સાથે રાજ્યનું ત્રીજા નંબરનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે.

ઉત્તરીય ઠંડા પવનોને પગલે આગામી સમયમાં કોલ્ડવેવની સ્થિતિ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ગત તારીખ 7મી, નવેમ્બર-2021ના રોજ નગરનું લઘુત્તમ તાપમાનનો પારો 11 ડીગ્રી પહોંચી ગયો હતો. ત્યારબાદ લઘુત્તમ પારો 15 ડીગ્રીની આસપાસ ઘૂમ્યા કરતો હતો. પરંતુ ગત 17મીને શુક્રવારે નગરનો લઘુત્તમ તાપમાનનો પારો 10 ડીગ્રીએ ગયો હતો. ત્યારબાદ ગત શનિવારે નગરનો લઘુત્તમ તાપમાનનો પારો 11 ડીગ્રી અને મહત્તમ તાપમાન 26.5 ડીગ્રી નોંધાયું હતું.

​​​​​​​રવિવારે નગરનું મહત્તમ તાપમાન 26.5 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 69 ટકા અને સાંજે 53 ટકા નોંધાયું છે. ઠંડીનું જોર વધતા જ ગરમ વસ્ત્રોના વેચાણમાં વધારો થતાં વેપારીઓને રાહત મળી છે. જ્યારે ઓફિસ, ઘરમાં અને રૂમ હિટર શરૂ કરાયા છે. ઠંડીનું જોર વધતા જ રવી પાકમાં ઘઉં, બટાટા, રાઇ, મકાઇ, કઠોળ, શાકભાજી, જીરૂ, ધાણા, લસણ, વરીયાળી સહિતના પાકની વૃદ્ધિ માટે ફાયદાકારક બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...