ચોર પકડાયો:ભાટ ગામના સુમેલ બંગ્લોઝમાંથી કેબલની ચોરી કરનારો ઝડપાયો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર પાસેના ભાટ ગામમા આવેલા સુમેલ બંગ્લોઝમાંથી 10 મીટર જેટલા લાંબા વાયરની ચોરી થઈ હતી જોકે પોલીસે બાતમીના આધારે એક જ દિવસમાં ચોરને પકડી પાડી તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે લઈ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ભાટના સુમેલ બંગ્લોઝમાંથી 10 મીટર વાયરની ચોરી થયાની અડાલજ પોલીસ મથકમા ફરિયાદ નોંધાતા પોલીસે બાતમીના આધારે એક જ દિવસમાં ચોરી કરનાર આરોપીને ઝડપી લીધો હતો. ઇન્દીરાબ્રિજ પાસેથી ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી કરવામા આવી હતી.

ભાટના સુમેલ બંગ્લોમા મુકવામા આવેલો 10 મીટર લાંબા વાયરને અજાણ્યો શખ્સ ચોરી કરી લઇ ગયો હતો. જેની ફરિયાદ અડાલજ પોલીસ મથકમા નોંધવવામા આવી હતી. આ દરમિયાન ચોરેલા વાયરને આ શખસ વેચાણ કરવા ફરી રહ્યો હતો ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, એક શખ્સ વાયર લઇને ફરી રહ્યો છે. જેને લઇને પોલીસે વોચ ગોઠવતા આરોપી બ્રિજેશ રણછોડભાઇ ખેતાજી પરમાર (રહે, ભીલવાસ, હાંસોલ, ઇન્દીરાબ્રિજ પાસે અમદાવાદ)ને ઝડપી લીધો હતે. તપાસ દરમિયાન જાણવા મળ્યુ હતુ કે, ભાટમા આવેલા બંગ્લોઝમાંથી વાયરની ચોરી કરી હતી. ત્યારે માત્ર 950 રૂપિયાના કિંમતની ચોરી કરનાર આરોપીને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...