એસીબીની કાર્યવાહી:લાંચિયા ઇજનેરે નોટબંધી પછી ભેગી કરેલી નોટો લોકરમાં મૂકી રાખી હતી

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વર્ગ 2 તરીકે ફરજ બજાવતા ઇજનેરને વર્ગ 1 તરીકે બઢતી મળવાની હતી

સર્વ શિક્ષા અભિયાન કચેરીમાં ઇજનેર તરીકે ફરજ બજાવતો અધિકારી 1.21 લાખની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી લીધો હતો. પોલીસે રીમાંડ દરમિયાન ગાંધીનગરની બે બેંકમાંથી 2.26 કરોડ રૂપિયા લોકરમાંથી રોકડા મળ્યા હતા. આ ચલણી નોટો વર્ષ 2016મા નોટબંધી કરવામા આવી ત્યારબાદ ભેગી કરેલી નોટો લોકરમાં મુકવામા આવી હતી. જ્યારે ચાલુ મહિનામાં વર્ગ 2માંથી વર્ગ 1મા પ્રમોશન મળવાનુ હતુ.

8 નવેમ્બર 2016ના રોજ નાગરિકોએ પોતાના હાથ વગા રાખેલા નાણા બદલવા દોડ લગાવી હતી. મહિનાઓ સુધી બેંક બહાર લાઇનો લાગેલી જોવા મળતી હતી. જ્યારે તવંગરોના નાણાં સીધા બેંકમાં લાઇનમાં ઉભા રહ્યા વિના બદલાઇ જતા હતા. લાંચિયા અધિકારી દ્વારા 1.21 લાખની લાંચ લીધા બાદ રીમાંડ દરમિયાન લોકરમાથી 2.26 કરોડની રોકડ મળી આવી હતી. જેમા 10 લાખના સોનાના દાગીના મળી આવ્યા હતા.

લાંચિયા અધિકારીએ લોકરમાં મુકેલી ચલણી નોટ નોટબંધી બાદ બદલી હતી. ત્યારબાદ લોકરમાં નાણા મુકવા જતો હતો, પરંતુ નાણાને લોકરમાંથી બહાર કાઢતો ન હતો. એસીબીએ ઇજનેરમાં બે દિવસમાં રીમાંડ મેળવ્યા છે, ત્યારે હજુ પણ આગળના દિવસોમાં વધુ વિગત બહાર આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

ઇજનેર નાણાં ભેગા કરવામાં માને છે
કરોડો રૂપિયા બેંક લોકરમાંથી મળ્યા બાદ એસીબીને માત્ર એક દુકાન અને મકાન સંપતિમાં હોવાનુ જાણવા મળ્યુ છે. પરંતુ લાંચિયો ઇજનેર નાણાંનુ રોકાણ કરવામા નહિ, માત્ર ભેગા કરવામા જ માનતો હોય તેવુ સામે આવ્યુ છે. હાલમાં જમીન કે મકાનમા રોકાણ કર્યુ હોવાનુ સામે આવ્યુ નથી.

અન્ય સમાચારો પણ છે...