ભાસ્કર એક્સક્લુઝિવ:બૉડી વૉર્ડ કૅમેરા પોલીસની ઢાલ હુમલા અને આક્ષેપનાં કિસ્સામાં સાક્ષી બનશે!

ગાંધીનગર20 દિવસ પહેલાલેખક: દિલીપ પ્રજાપતિ
  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar
ફાઇલ ફોટો
  • પાટનગર, જિલ્લાનાં 13 પોલીસ મથક વચ્ચે 250 કૅમેરા ફાળવાયા : તાલીમ શરૂ, પોલીસના ખભે કૅમેરા રખાશે, મંત્રીના હસ્તે કામગીરી શરૂ કરાશે

ગાંધીનગર જિલ્લા સહિત રાજ્યની પોલીસ ટૂંક સમયમાં બૉડી વૉર્ડ કૅમેરા થી સજ્જ થશે. પાટનગર અને જિલ્લાનાં 13 પોલીસ મથક વચ્ચે 250 કૅમેરા ફાળવાયા છે અને પોલીસ કર્મચારીઓને તાલીમ આપવાનું પણ શરૂ કરી દેવાયું છે. તાલીમ પૂરી થયા પછી મંત્રીના હસ્તે કામગીરી શરૂ કરાવવાનું આયોજન થઈ રહ્યું છે. આ કૅમેરા પોલીસ કર્મચારીના ખે રાખવામાં આવશે. ધરપકડ સહિ તની કામગીરીમાં પોલીસ સામે થતા આક્ષેપો અને પોલીસ પર હુમલાના કિસ્સામાં આ કૅમેરા સાક્ષી પુરવાર થશે.

પાટનગર અને જિલ્લામાં 13 પોલીસ મથક કાર્યરત છે, જેમાં ડભોડા, રિયાલ અને પેથાપુર પીએસઆઇના પોલીસ મથક છે. ગાંધીનગર પોલીસ સામે અનેક વખત આક્ષેપો થયા છે. આરોપીઓને મારવાના અને નાણાં ભાગવાના આક્ષેપ અગાઉ થઈ ચૂક્યા છે. ત્યારે આ પ્રકારના ગંભીર આક્ષેપો ન થાય તેના માટે હવે જિલ્લાની પોલીસને બોડી ફોરન કૅમેરા થી સજ્જ કરાશે.

પોલીસ મથકમાં કે પછી રેડ કરવા જતાં પોલીસ કર્મચારીએ કૅમેરા ખભા ઉપર કે સીધી રીતે સામેની વ્યક્તિ દેખાય તે રીતે લાવવાના રહેશે. તે ઉપરાંત પોલીસને લાંચ માગવી હશે અને નાણાંનો સ્વીકાર કરવો હશે તોપણ વિચાર કરવો પડશે. હાલમાં એક પોલીસ મથક દીઠ 3 કર્મચારીને કૅમેરા કેવી રીતે કામ કરશે, તેની તાલિમી અપાઈ રહી છે. આવી તાલિમ આપવામાં આવ્યા બાદ આગામી દિવસોમાં તે મુજબ કામગીરી શરૂ થઈ જશે.

પોલીસ મથકની સંખ્યા મુજબ કૅમેરા વિપરિત કરાશે
જિલ્લામાં 13 પોલીસ મથક વચ્ચે 250 કૅમેરા આપવામાં આવ્યા છે. પોલીસ મથકમાં કર્મચારીઓની સંખ્યા અને કામગીરી પ્રમાણે કૅમેરા ફાળવાશે. તેમ છતાં એક પોલીસ મથકમાં ઓછામાં ઓછાં 5થી 7 કૅમેરા ફાળવાય તેવી વિચારણા ચાલી રહી છે. ઉપરાંત એલસીબી 1 અને 2, એસઓજી સહિ તની એજન્સીઓને પણ કૅમેરા અપાશે.

રેકોર્ડિંગ કન્ટ્રોલ રૂમમાં રેકર્ડ થશે
રાજ્યના તમામ બોડી ફોરન કેમારાનું રેકોર્ડિંગ ગાંધીનગરમાં જ રેકર્ડ થશે. આ માટે કન્ટ્રોલ રૂમમાં રેકોર્ડિંગ રખાશે. પોલીસ સામે ગંભીર પ્રકારના આક્ષેપ થાય તો તેને બચાવ માટે રજૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...