ગાંધીનગર પાસેના અમિયાપુર ગામમાંથી પસારથતી નર્મદા કેનાલમાથી દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવક જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો, જ્યારે ગત 4 મેના રોજ પોતાની કાર સાથે ગુમ થયો હતો. આ બનાવને લઇને અડાલજ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામમા રહેતો 24 વર્ષિય પાર્થ કમલેશભાઇ ઠાકોર જમીન દલાલી અને ફાઇનાન્સના વ્યવસાય કરતો હતો. સમાજ અને ગામમા મળતાવડો સ્વભાવ ધરાવતો યુવક ગત 4થી મે બુધવારના રોજ ઘરેથી બિલાસીયા ગામમા સામાજિક પ્રસંગમા ગયો હતો. તે સમયે પ્રસંગ પતાવીને સીધો જ ઘરે આવવાનો છુ તેવી પણ પરિવારજનો સાથે વાત કરી હતી.
રાત વિતવા છતા દિકરો ઘરે નહિ આવતા પરિવારજનોએ ચિંતા વ્યક્ત કરી હતી અને દિકરાની શોધખોળ હાથ ધરી હતી. પાર્થનો પતો લાગ્યો ન હતો, પરંતુ તેની કાર અડધી સળગેલી હાલતમા નિકોલ પાસેથી મળી આવી હતી. જ્યારે આજે પાર્થનો મૃતદેહ અમિયાપુર પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી આવતા અડાલજ પોલીસે મૃતદેહનુ પીએમ કરાવી તપાસ હાથ ધરી હતી.
બીજી તરફ યુવકની કાર અડધી બળેલી હાલતમા મળી આવતા પરિવારજનો દ્વારા હત્યાની શંકા વ્યક્ત કરવામા આવી છે. જેને લઇને પોલીસે પણ આ દિશામા તપાસ હાથ ધરી છે. આ બનાવમાં જેની લાશ મળી છે તે મૃતક જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો જ્યારે ગત 4 મેના રોજ પોતાની કાર સાથે ગુમ થયો હતો. જેની લાશ મળી આવતા આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.