અજાણી લાશ મળી આવી:અડાલજ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી, પોલીસની લાશની ઓળખ કરવા તપાસ શરૂ

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયરનાં જવાનોએ અજાણ્યા પુરુષની વિકૃત લાશ બહાર કાઢી
  • પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી લાશનાં વાલી-વારસોને શોધવા કવાયત હાથ ધરી

ગાંધીનગરના અડાલજ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી આજે મંગળવારે અજાણ્યા પુરુષની વિકૃત હાલતમાં લાશ મળી આવતાં અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી લાશનાં વાલી-વારસોને શોધવા કવાયત હાથ ધરી હતી.

ગાંધીનગરના અડાલજ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં પુરુષની લાશ તરતી હોવાની જાણ થતાં જ અડાલજ પોલીસ મથકના પીએસઆઇ એમ.જે.શિંદે, જમાદાર અજીતસિંહ સહિતનો સ્ટાફ કેનાલ પર દોડી ગયો હતો. પોલીસે ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયરની ટીમ પણ કેનાલ પર દોડી ગઈ હતી. બાદમાં ફાયરનાં જવાનોએ અજાણ્યા પુરુષની વિકૃત લાશ બહાર કાઢી હતી. પોલીસે લાશનું પંચનામું કરી અજાણ્યા પુરુષની લાશની ઓળખવિધિ કરવા માટે આસપાસના વિસ્તારોમાં તપાસ કરી હતી. પરંતુ લાશનાં વાલી-વારસો મળી આવ્યા ન હતા કે તેની ઓળખવિધિ પણ થઈ શકી ન હતી.

પોલીસના કહેવા મુજબ ચોવીસ કલાકથી વધુ સમયથી પુરુષની લાશ કેનાલના પાણીમાં રહેવાના કારણે ફૂલી ગઈ છે. આશરે પચાસ વર્ષીય પુરુષે બદામી રંગનો કાળા ટપકા વાળો શર્ટ પહેરેલ છે. આ અંગે કોઇને માહિતી કે પત્તો મળે તો અડાલજ પોલીસનો સંપર્ક કરવા પણ જણાવાયું છે. હાલમાં પોલીસે લાશનું પંચનામું કરીને પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની પ્રક્રિયા હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...