• Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • The BJP Will Cut The Tickets Of 10 Former Ministers, Including Shankar Chaudhary; The Effect Of The Announcement Not To Give Tickets To The Candidates Who Lost In The Last Election

ગુજરાત વિધાનસભા ચૂંટણી:ભાજપમાં શંકર ચૌધરી સહિત 10 પૂર્વ મંત્રીની ટિકિટો કપાશે; ગત ચૂંટણીમાં હારેલા ઉમેદવારોને ટિકિટ ન આપવાની જાહેરાતની અસર

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
શંકર ચૌધરી - ફાઇલ તસવીર - Divya Bhaskar
શંકર ચૌધરી - ફાઇલ તસવીર
 • સી.આર. પાટીલની જાહેરાત પ્રમાણે સંગઠન અને સહકાર ક્ષેત્રે આગળ રહેલાં કુલ 25 મોટા નેતાઓને ભાજપ ટિકિટ નહીં આપે

ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે સ્પષ્ટતા કરી છે કે પક્ષના વર્તમાન 112 ધારાસભ્યોએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે માત્ર ચૂંટણી હારેલાં 70 ઉમેદવારો અને અમુક નિવૃત્ત થનારા ધારાસભ્યોને સ્થાને જ નવાં ચહેરા આવશે. જો કે હારેલા 70 ઉમેદવારોની યાદી જોઇએ તો પક્ષ પ્રમુખની જાહેરાત પ્રમાણે પૂર્વ મંત્રી શંકર ચૌધરી, વર્તમાન પ્રદેશ મહામંત્રી રજની પટેલ, રમણલાલ વોરા અને દિલીપ સંઘાણી સહિતના એવાં કુલ 10 પૂર્વ મંત્રીઓ છે જેમને આવતી વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ન મળી શકે. કારણ કે આ નેતાઓ ગતની ચૂંટણી હાર્યા બાદ ઘરે બેઠાં છે.

ગઇ વખતે ચૂંટણી હારેલાં 70 ઉમેદવારોની આ યાદીમાં 10 પૂર્વ મંત્રી ઉપરાંત સહકાર, સંગઠન અને અન્ય રીતે સામાજિક ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દા ધરાવતાં બીજાં 25 નેતાઓના નામ આ યાદીમાં છે. આ નેતાઓ ગઇ 2017ની વિધાનસભા ચૂંટણીમાં હાર્યાં હતાં અને ભાજપ પ્રમુખના સંકેત પ્રમાણે તેમના સ્થાને હવે પાર્ટી નવા ચહેરાંઓને તક આપશે. તે સિવાય અલ્પેશ ઠાકોર ભાજપમાં આવ્યા હતા, પરંતુ તેઓ પણ પેટાચૂંટણીમાં જંગ હાર્યા હોવાથી તેમના માટે પણ શક્યતાઓ ધૂંધળી બની શકે છે.

ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર ગઇ વખતની ચૂંટણી આંદોલનો હાવિ હતા તેને કારણે ઘણાં બધાં મોટામાથાં હાર્યા હતા. તે નેતાઓને ફરી લાભ મળે તેવું લાગતું નથી. પાર્ટી હવે હારેલાં 70ને સ્થાને નવાં ચહેરાંઓની શોધમાં છે. ભાજપે ગત ચૂંટણીમાં 99 બેઠકો જ મેળવી હતી, પરંતુ 13 બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં આવ્યા હતા. જે નેતાઓ પેટાચૂંટણીમાં ફાવ્યા નથી તેવા નેતાઓના પત્તા પણ કપાઇ શકે છે.

આમના પત્તાં કપાઇ શકે

 • શંકર ચૌધરી - પૂર્વ મંત્રી
 • રજની પટેલ - પ્રદેશ મહામંત્રી તથા પૂર્વ મંત્રી
 • રમણલાલ વોરા - પૂર્વ મંત્રી
 • દિલીપ સંઘાણી - પૂર્વ મંત્રી
 • ભરત બારોટ - પૂર્વ મંત્રી
 • ચીમન સાપરિયા - પૂર્વ મંત્રી
 • બાવકુ ઉંઘાડ - પૂર્વ મંત્રી
 • જશા બારડ - પૂર્વ મંત્રી
 • છત્રસિંહ મોરી - પૂર્વ મંત્રી
 • કાંતિ ગામિત - પૂર્વ મંત્રી
 • હીરા સોલંકી - પૂર્વ સંસદીય સચિવ
 • અલ્પેશ ઠાકોર - ઠાકોર સમાજના નેતા
 • અમિત ચૌધરી - ચૌધરી સમાજના નેતા
 • ભૂષણ ભટ્ટ - અમદાવાદ ભાજપ મહામંત્રી
 • રામસિંહ પરમાર - અમૂલના ચેરમેન
 • દિનેશ પટેલ (દીનુમામા) - સહકારી આગેવાન
 • ગોવિંદ પરમાર - સહકારી આગેવાન
 • મોતી વસાવા - પૂ. પ્રમુખ, આદિજાતિ મો.
 • જીતુ સોમાણી - સંગઠનના નેતા
 • રાઘવજી ગડારા - સંગઠનના નેતા
 • હરિભાઇ પટેલ - પૂર્વ સાંસદ
 • મહેન્દ્ર મશરૂ - જૂનાગઢના પીઢ નેતા
 • ડો. તેજશ્રી પટેલ - મહિલા મોરચાના નેતા
 • ડો અતુલ પટેલ
 • જગરૂપસિંહ રાજપૂત
અન્ય સમાચારો પણ છે...