તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનપાની ચૂંટણી:પક્ષની પ્રતિષ્ઠા સાચવવા ભાજપે છેલ્લી ઘડીએ મંજૂરી લીધી

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મનપાની ચૂંટણીમાં પ્રચારની આડકતરી તક ઝડપી લીધી

ગાંધીનગરમાં કોરોનાને કારણે બીજા વર્ષે પણ રથયાત્રા નહીં યોજાય, તેવો ઘાટ ઘડાયો હતો. જોકે, રથયાત્રા સમિતિએ 10 કિલોમીટરના રૂટ પર રથયાત્રા કાઢીશું, તેવો હુંકાર કર્યો હતો પરંતુ પોલીસે છેલ્લી ઘડી સુધી મંજૂરી મુદ્દે હા કે ના ન કહેતાં સમિતિ પણ પાણીમાં બેસી ગઈ હતી. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ જ દિવસે આવવાના હતા, તેથી પોલીસના માથે બંદોબસ્તની પણ જવાબદારી હતી. આ કારણે રથને પંચદેવ મંદિરના પરિસરમાં જ ફેરવવાનું પોલીસે આગ્રહપૂર્વક દબાણ કર્યું હતું.

10 કિલોમીટરના રૂટ પર રથયાત્રા કાઢવાનો હુંકાર કરનારી રથયાત્રા સમિતિ પણ પાણીમાં બેસી ગઈ હતી. આ કારણે ભાવિકોની ધાર્મિક લાગણી દુભાતાં અનેક મેસેજ ફરતા થયા હતા. શાહને કારણે રથયાત્રા નહીં નીકળે, તેવી ચર્ચાને ડામી દેવા સાથે મનપાની ચૂંટણીનો આડકતરો પ્રચાર કરવા ભાજપે રાજકીય દાવ ખેલીને યાત્રાની મંજૂરી મેળવી હોવાનો ગણગણાટ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...