વિશ્લેષણ:ભાજપને મનપાનું સીમાંકન ફળ્યું નવા વિસ્તારોમાં વધુ મત મળ્યા

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડનું વિભાજન થતાં ભાજપને સીધો ફાયદો થયો

ભાજપની જીત પાછળ સીમાંકને મહત્વનો ભાગ ભજવ્યો છે જેમાં નવા વિસ્તારોમાં ભાજપને બમ્પર લોટરી લાગી છે જ્યારે જૂના વિસ્તારોમાં મતોનું અલગ-અલગ વોર્ડમાં વિભાજન થતાં ભાજપને ફાયદો થયો છે. નવા વિસ્તારોની વાત કરીએ વોર્ડ નં-1માં રાંધેજા સહિતના વિસ્તારમાં ભાજપના ઉમદેવારોને સારા મત મળ્યા છે. વોર્ડ નં-2ની વાત કરીએ તો પેથાપુર નગરપાલિકાને ભાજપમાં ભેળવવાના વિરોધ સાથે ટિકિટ માટે ભાજપમાં અસંતોષ હતો. જોકે વિરોધ અને અસંતોષ ટકી ન રહેતાં ભાજપના 3 ઉમેદવાર વિજેતા થયા છે.

​​​​​​​કોંગ્રેસના એક ઉમેદવાર એવા ગજેન્દ્રસિંહ વાઘેલા પોતાના દમ પર જીત્યા હોવાનું કહેવાય છે. આ તરફ વાવોલ-કોલવડાનો વિસ્તાર ધરાવતા વોર્ડ નં-7માં ભાજપની આખી પેનલ વિજેતા બની ગઈ છે. વાણસા હડમતીયા, સરગાસણ ટીપી-9, સરગાસણ ગામ, પોર, અંબાપુર જેવા નવા ભળેલા વિસ્તારવાળા વોર્ડ-8માં પણ ભાજપની આખી પેનલ જીતી ગઈ છે. જ્યારે કુડાસણ, રાંદેસણ, રાયસણ, કોબા, કુડાસણ, ખોરજ, ભાટ, કોટેશ્વર, નભોઈ, અમિયાપુર, સુઘડ, ઝુંડાલ જેવા નવા વિસ્તારોવાળા વોર્ડ નં-9, 10 અને 11 ત્રણેયમાં ભાજપની આખી પેનલ વિજયી બની છે.

એપ્રિલમાં મોકૂફ રખાયેલી ચૂંટણીથી ભાજપને લાભ
કોર્પોરેશનની ચૂંટણી અગાઉ 18 એપ્રિલે યોજાવાની હતી. જોકે કોરોના વધતા કેસોને જોતાં મતદાનના અઠવાડિયા પહેલાં જ ચૂંટણી પંચ દ્વારા મતદાન મોકુફ રખાયું હતું. તે સમયે કોરોના સહિતના મુદ્દાઓને પગલે ભાજપની નેતાગીરી સાથે ક્યાંકને ક્યાંક લોકોમાં આક્રોશ હતો. બીજી તરફ ગાંધીનગર કોર્પોરેશનમાં ભાજપના સત્તાધિશો સામે પણ આક્રોશ હતો. ભાજપને 5 મહિના જેટલો સમય મળતાં પક્ષ દ્વારા પ્રચાર-પ્રસારનો સમય મળી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...