તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંક્રમણનો ભય:તુલસીના છોડ વિતરણ કાર્યક્રમમાં પણ ભાજપે ટોળાં ભેગાં કર્યાં

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના નેતાઓ કોરોનાની ત્રીજી લહેર લાવશે?

ગાંધીનગરમાં શહેરમાં એક સમયે કાળો કહેર વર્તાવનાર કોરોના હાલ મંદ પડ્યો છે. પરંતુ આદતથી મજબૂર ભાજપના નેતાઓ ગાંધીનગરમાં ક્યાંક કોરોનાની ત્રીજી લહેર માટે જવાબદાર બને તો નવાઈ નહીં. કોરોના કેસો ઘટતા જ જે પ્રકારે ભાજપના નેતાઓએ જે રીતે સેવાના નામે ચૂંટણીલક્ષી કાર્યક્રમો શરૂ કર્યા છે તે જોતા સંક્રમણનો ભય વધી ગયો છે. રાજકીય કાર્યક્રમોમાં પ્રતિબંધ વચ્ચે યોજાતા કાર્યક્રમો સામે આશ્ચર્યનજક રીતે કોઈ કાર્યવાહી પણ થતી હતી. સેક્ટર-8 ખાતે મંગળવારે યોજાયેલા એક કાર્યક્રમમાં ગાંધીનગર શહેર અને ભાજપની આદતની ઓળખ બંને જોવા મળી હતી.

ભાજપ ઓબીસી મોરચા દ્વારા 1000 તુસલી કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રીનસિટી ગણતા ગાંધીનગરની ઓળખ એવા GJ-18ને તૂલસીના કુંડાઓથી લખવામાં આવ્યું હતું. સેક્ટર-8 ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ બક્ષીપંચ મોરચા પ્રમુખ ઉદય કાનગડ સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ ઓબીસી મોરચાના નેતાઓ-કાર્યકરો હાજર રહ્યાં હતા.

સારા ઉદ્દેશ્ય સાથે જોડાયેલા કાર્યકર્મમાં ભાજપના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સ ભૂલીને ભીડ કરી હતી. સ્વાગત કરાવવામાં વ્યસ્ત પ્રદેશ નેતા ઉદય કાનગડ પણ કોરોનાની ગાઈડલાઈન ભૂલી ગયા હતા. સોશિયલ ડિસ્ટન્સ ભૂલીને ભીડ કરવી એ હવે ભાજપની ઓળખ બની ગઈ છે. ભાજપ ઓબીસી મોરચા દ્વારા 1000 તુલસી કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રીનસિટી ગણતા ગાંધીનગરની ઓળખ એવા GJ-18ને તૂલસીના કુંડાઓથી લખવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...