ક્રાઇમ:ચંદ્રાલા પાસે દારૂની બોટલ સાથે બાઈક ચાલક ઝડપાયો

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચિલોડા પોલીસે ચંદ્રાલા નજીક બાઈક પર દારૂ લઈને જતા યુવકને ઝડપી પાડ્યો છે. ચંદ્રાલા નજીક વાહનચેકિંગ દરમિયાન પોલીસે પ્રાંતિજથી આવી રહેલા એક બાઈકચાલકને રોક્યો હતો. હિંમતનગરના ચાંપલાનાર ગામના વિપુલસિંહ પુંજેસિંહ મકવાણા (28 વર્ષ)ની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી. ચિલોડા પોલીસે GJ-09-CT-4688 નંબરનું બાઈક તથા દારૂની બોટલ મળી  50,500ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે યુવક સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...