ફરિયાદ:વાવોલના યુવકના બાઇકનો નંબર આવે પહેલાં જ ચોરાયું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રે આદિવાડામા મિત્રના ઘરે પાર્ક કર્યું હતું, સવારે જોયું તો બાઇક ગાયબ હતું, ફરિયાદ

જિલ્લામાં ચોરીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે પોલીસે પણ આવા તત્ત્વોને ઝડપી પાડવા કમરસી છે. ત્યારે વાવોલમા રહેતો અને કલરકામ કરતો યુવક પોતાનુ નવુ બાઇક લઇને આદિવાડામા રહેતા મિત્રના ઘરે ગયો હતો. તેને નવુ ખરીદેલુ બાઇક લઇને રાત્રિ રોકાણ કર્યુ હતુ. જ્યારે સવારે ઉઠીને જોતા બાઇક ગાયબ જોવા મળતા આખરે રજીસ્ટ્રેશન નંબર આવે તે પહેલા ચોરી થઇ જતા પોલીસ ફરિયાદ કરી હતી.

મળતી માહિતી મુજબ સંતોષ અશોક યાદવ (રહે, વાવોલ, મૂળ રહે, આંકોન, એમપી) શહેરમા કલરકામ કરી ગુજરાન ચલાવે છે. ત્યારે ગત 2 ઓક્ટોબરના રોજ નવુ લોનથી બાઇક ખરીદ્યુ હતુ. જેનો રજીસ્ટ્રેશન નંબર પણ હજુ આવ્યો નથી. તેવા સમયે બે દિવસ પહેલા બાઇક લઇને આદિવાડામા રહેતા તેના મિત્ર શૈલેન્દ્ર યાદવના ઘરે ગયો હતો અને રાત્રિ રોકાણ પણ ત્યાંજ કર્યુ હતુ. જ્યારે બાઇકને ઘર આગળની ખુલ્લી જગ્યામા પાર્ક કરવામા આવ્યુ હતુ. પરંતુ જ્યારે મિત્રના ઘરેથી પોતાના ઘરે જવા નિકળ્યો તે સમયે બાઇક ગાયબ જોવા મળ્યુ હતુ.

જેને લઇને આસપાસમા તપાસ કરી હતી. પરંતુ જોવા નહિ મળતા આખરે 65 હજારની કિંમતની બાઇક ચોરીની ફરિયાદ નોંધાવામાં આવી હતી. ફરિયાદ પોલીસે ગુનો નોંધી બાઇક ચોરની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...