તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ટાટા ચોકડી પાસે ખુલ્લી ગટરના લીધે બાઈક ચાલક રોડ પર પટકાયો

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ‘ક’ રોડ પર અનેક સ્થળે ગટરનાં ખુલ્લાં ઢાંકણાં જોવા મળે છે

શહેરમાં ટાટા ચોકડી પાસે માણસા તરફ જવાના રોડ પર સોમવારે રાત્રે અકસ્માત થયો હતું. જેમાં ગટરના ખુલ્લા ઢાંકણામાં બાઈક પડતા બાઈક ચાલક રોડ પર પટકાયો હતો. જેમાં દોડી આવેલા લોકોએ ઘાયલ થયેલા બાઈક ચાલકને 108 મારફતે સારવાર માટે ખસેડ્યો હતો.

શહેરમાં હાલ અનેક સ્થળે ગટર અને સ્ટ્રોમ વોટરની કામગીરી ચાલી રહી છે. ત્યારે ‘ક’ રોડ પર હાલ ઠેરઠેર અનેક સ્થળે ખુલ્લા ઢાંકણા અને યોગ્ય પુરાણા કરેલું જોવા મળતું નથી. રાત્રીના સમયે તો આ ખાડા દેખાતા પણ નથી, જેને પગલે તે ગમે ત્યારે કોઈ ગંભીર અકસ્માત અને કોઈના મોતનું કારણ બને તેમ છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ પ્રકારના ખાડા પુરવા જોઈએ અને ખુલ્લી ગટરો પર ઢાંકણા મુકવા જોઈએ. આ સાથે કામમાં આ પ્રકારની ગંભીર બેદરકારી રાખનાર એજન્સી સામે પગલાં લેવા જોઈએ તેવી લોકમાગ ઉઠી છે. કામગીરીમાં રખાયેલી આ ગંભીર બેદરકારીથી મંગળવારે જ એક ચાલકનો જીવ જતાં-જતાં રહી ગયો. જો આવું કઈ થયું હોય તો કોઈની બેદરકારીના કારણે કોઈ બહેન રક્ષાબંધનના દિવસે જ પોતાનો વ્હાલસોયો ભાઈ ગુમાવત.તેથી નગરજનોમાં આવા રોડને તાત્કાલિક રિપેર કરવા અથવા નવા બનાવવાની માગણી થઈ રહી છે.

ગાંધીનગર શહેરમાં હાલ અનેક સ્થળે ગટર અને સ્ટ્રોમ વોટરની કામગીરી ચાલી રહી છે. જેના કારણે ટાટા ચોકડી ખાતે ગટરના ખુલ્લા ઢાંકણાને કારણે સોમવારે રાત્રે બાઈક ચાલકને અકસ્માત નડ્યો હતો. જેમાં ગટરના ખુલ્લા ઢાંકણામાં બાઈક પડતા બાઇક ચાલકને ગંભીર ઈજા થઈ હતી. તંત્ર વહેલી તકે આ પ્રકારના ખાડા પુરવાની કામગીરી કરાય તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...