તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:સોનારડા ભાવના ફાર્મ નજીક બાઇક સવારે કારચાલકને માર માર્યો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તું ગાડી મન ફાવે તેમ કેમ ચલાવે છે, મને અકસ્માત થયો હોત તો જવાબદારી કોની ? કહી સળિયો માર્યો

અમદાવાદના મિત્રો પોતાની કાર લઇને દહેગામ પાસે આવેલા એક રિસોર્ટમા કામ અર્થે ગયા હતા. તે દરમિયાન પરત જઇ રહ્યા હતા તે સમયે સોનારડા પાસે આવેલા ભાવના ફાર્મ હાઉસ પાસે પહોંચતા એક બાઇકની સાઇડ કાપી હતી. બાઇક ચાલકે કાર આગળ વાહન રોકી લઇને કાર ચાલકને કહ્યુ હતુ કે, તુ ગાડી મન ફાવે તેમ ચલાવે છે, અકસ્માત થયો હોત તો કોની જવાબદારી ? કહીને કારની ચાવી લઇ ખેતરમાં ફેંકી દેતા કાર ચાલક પાછળ ગયો હતો, બાદમાં તેને લોખંડનો સળિયો ફટકારતા ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

વેપારી વિજયસિંહ ધરમસિંહ રાઠોડ (રહે.અમદાવાદ)એ ફરિયાદ નોંધાવી હતી કે, તે તેમના મિત્રો મહોરસિંહ, વિવેકકુમાર, રભુનાથને લઇને દહેગામ પાસે આવેલા એક રીસોર્ટમાં કામ અર્થે ગયા હતા. તે દરમિયાન પરત ઘર તરફ જઇ રહ્યા હતા. ત્યારે સોનારડા પાસે આવેલા ભાવના ફાર્મ પાસે પહોંચતા એક બાઇક ચાલકે કાર આગળ આવી વાહન રોકી દીધુ હતુ અને કહ્યુ હતુ કે, તમે તમારી કાર મનફાવે તેમ ચલાવતા મારા બાઇક સાથે અકસ્માત થતા બચી ગયો, જો અકસ્માત થયો હોત તો જવાબદાર કોણ થાત ? બાદમા ગાળો બોલવા લાગ્યો હતો અને બાઇક ઉપરથી ઉતરી કારની ચાલી કાઢી ખેતરમાં ફેકી દીધી હતી.

તે પછી આ યુવક પાસે આવેલા ખેતરમાં જતો રહ્યો હતો. ખોટી રીતે દાદાગીરી કરતા યુવક પાસે મિત્રો ગયા હતા, જ્યા એક વડીલ ખેતરમાં આરામ કરતા તેમને પૂછ્યુ તો તેમનો દિકરો હોવાનુ કહ્યુ હતુ અને તે સમયે જ કાના દશરથ ઠાકોર હાથમાં લોખંડનો સળિયો લઇ આવી વિજયસિંહને પગમાં ફટકારી દીધો હતો. જ્યારે કહ્યુ હતુ કે મારા ઘરે આવ્યા છો તો જાનથી મારી નાખીશ કહી ધમકી આપી હતી. કાના ઠાકોર સામે ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...