રાહત:બાજપાઇ બેંકબલ યોજનાનો લાભ હવે ઘર બેઠા ઓનલાઇન અરજી કરી મેળવી શકાશે

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર જિલ્લાના યુવાનો સ્વરોજગારી પુરી પાડતી બાજપાઇ બેંકબલ યોજનાનો લાભ ઘરે બેઠા ઓનલાઇન અરજી કરી મેળવી શકે તેવા ઉમદા આશયથી ઓનલાઇન પોર્ટેલ કાર્યરત કરવામાં આવ્યું છે, તેવું જિલ્લા ઉધોગ કેન્દ્ર મેનજરે જણાવ્યું છે.

રાજય સરકારની બાજપાઇ બેકેંબલ યોજના સ્વરોજગારી પુરી પાડી છે. આ યોજના જિલ્લા ઉધોગ કેન્દ્ર દ્વારા અમલીકૃત છે. આ યોજના અંતર્ગત અરજદારો તરફથી રજૂ થતી અરજીઓ જિલ્લા ઉધોગ કેન્દ્રમાં ઓફ લાઇન સ્વીકારવામાં આવતી હતી.

જયારે હાલમાં end to end digitalization ના ભાગરૂપે બેંકેબલ યોજનાનો લાભ અરજદારોને ઘરે બેઠા મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા ઓનલાઇન પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. બાજપાઇ બેંકબલ યોજનાનું પોર્ટલ https://blp.gujarat.gov.in/ ઉપર જઇ “Bankble loan Registration “ પેઇજ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.

ઉપરોક્ત ઓનલાઇન પોર્ટલ ઉપર અરજી કરવામાં અરજદારોને કોઇ મુશ્કેલી જણાય તો, જિલ્લા ઉધોગ કેન્દ્ર, ગાંધીનગર નો સંપર્ક નંબર – 07923256723/23259281 / 23259057 ઉપર અથવા રૂબરૂમાં સેક્ટર-11 જિલ્લા ઉધોગ કેન્દ્ર, સહયોગ સંકુલ ખાતે રૂબરૂ સંપર્ક કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...