તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:બેટરીચોરોએ ગાંધીનગર સહિત અમદાવાદ જિલ્લાને પણ ઘમરોળ્યો હતો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • BSNLના ટાવરોની બેટરી ચોરતા હતા

ગાંધીનગર જિલ્લામાં રખિયાલ, ગલુદણ, લવારપુર ચન્દ્રાલા અને અડાલજમા આવેલા બીએસએનએલના ટાવરોની બેટરી એક જ મહિનામાં ચોરાવા પામી હતી. જેની અલગ અલગ જગ્યાએ ફરિયાદ નોંધાવાઇ હતી. ત્યારે આરોપીઓ દ્વારા વધુ 5 ગુના કબુલવામા આવ્યા છે. જેમાં ગાંધીનગર સહિત અમદાવાદના ગ્રામ્ય વિસ્તારનો પણ સમાવેશ થાય છે.

ચિલોડા પોલીસે મહુન્દ્રા પાસેથી એક પીકઅપ ડાલા સહિત 4 આરોપીઓને પકડી લેવાયા હતા, જ્યારે મુખ્ય સૂત્રધાર ફરાર થઇ ગયો હતો. જ્યારે પોલીસે રામેશ્વરનાથ ચકોનાથ યોગી, ભગવતીલાલા બખ્તાવર ગુર્જર, પુરણનાથ ભીમનાથ યોગી અને ઉદેનાથ ધર્માનાથ યોગી (તમામ રહે. દસ્ક્રોઇ અમદાવાદ)ને પકડી પાડ્યા હતો તે સમયે 100 બેટરીનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો હતો.

આરોપીઓ દ્વારા ગાંધીનગરના ચંન્દ્રાલા, ગલુદણ, રખિયાલ અને લવારપુરમા થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. જ્યારે અડાલજની ચોરીનો ભેદ હજુ ઉકેલાયો નથી. પરંતુ અમદાવાદના કણભામા 24 બેટરીની ચોરી અને અસલાલીમાં 1.60 લાખની ચોરીનો ગુનો કબુલતા આરોપીઓએ કુલ સાત ગુના આચર્યા હોવાનુ કબુલ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...