હરાજી:કોરોનાના કારણે બંધ પડેલી ઘઉં અને ચણાની હરાજી શરૂ કરાઇ

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં કોરોનાની મહામારી પછી ઘઉંની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઇ. - Divya Bhaskar
જિલ્લામાં કોરોનાની મહામારી પછી ઘઉંની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઇ.
  • જિલ્લાના ચારેય માર્કેટ યાર્ડમાંથી ખેડૂતોને મેસેજ કરીને જાણ કરાઇ
  • જિલ્લાના માણસા, કલોલ, દહેગામ અને ગાંધીનગરના માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરાઇ, 408 ખેડૂતોએ 2026 મેટ્રિક ટન ઘઉંનું વેચાણ કર્યું

કોરોનાની બીજી લહેરના વધી રહેલા સંક્રમણથી બંધ પડેલા માર્કેટ યાર્ડ ખુલતા જ જિલ્લાના 408 ખેડૂતોએ 2026 મેટ્રિક ટન ઘઉંનું ટેકાના ભાવે વેચાણ કર્યું છે. જ્યારે ચણાની હરાજી શરૂ કરા હતી. ટેકાના ભાવે ઘઉં અને ચણાના વેચાણની ખેડૂતોને મેસેજના મારફતે જાણ કરવામાં આવી છે.

કોરોનાની બીજી લહેરને પગલે માર્કેટયાર્ડને બંધ કરવાની ફરજ પડી હતી. આથી બંધ પડેલા માર્કેટ યાર્ડને પગલે ચણા અને ઘઉંની ટેકાના ભાવે ખરીદીની કામગીરી અટકી પડી હતી. ત્યારે હાલમાં જ્યારે કોરોનાનું સંક્રમણ ઢીલું પડ્યું છે. ત્યારે એપીએમસી માર્કેટ ખોલવામાં આવ્યા છે. આથી બંધ પડેલી ઘઉં અને ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ છે. જિલ્લાના માણસા, કલોલ, દહેગામ અને ગાંધીનગરના માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરાઇ છે. તેના માટે જિલ્લાના બાકી રહેલા કુલ 874 ખેડૂતોને મેસેજ કરીને ઘઉંની ટેકાના ભાવે કઇ તારીખે, કેટલા કલાકે અને કયા માર્કેટ યાર્ડમાં ઘઉંના વેચાણ માટે જવું તેની જાણ કરાઈ છે. તેમાંથી 408 ખેડૂતોએ 2026 મેટ્રિક ટન ઘઉંનું વેચાણ કર્યું હતું. ખેડૂતોએ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરતા નિયત કરેલા ભાવના આધારે કુલ રૂ. 4 કરોડ ખેડૂતોના ખાતામાં જમા કરાયા હતા. તેજ રીતે ચણાની પણ ટેકાના ભાવે ખરીદી કરાઈ હતી. જોકે ચણાની ખરીદી ઓછી હોવાથી તે પૂર્ણ થઇ જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...