નયનરમ્ય નજારાનો દર્શનાર્થીઓને લાભ:અક્ષરધામ મંદિરને દિવાળીથી લાભ પાંચમ સુધી 10 હજાર દીવડાથી શણગારાશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રમુખસ્વામી મહારાજે શરૂ કરેલી પ્રણાલીને અવિરત જીવંત રખાઈ રહી છે

સેક્ટર 20 સ્થિત અક્ષરધામ મંદિરને દિવાળીના દિવસથી લાંભ પાંચમ સુધી 10 હજાર દિવડાની રોશનીથી શણગારવામાં આવે છે. પ્રમુખસ્વામી મહારાજે શરૂ કરેલી આ પ્રણાલિકાને મંદિરના સેવકો દ્વારા અવિરત ચાલુ રાખવામાં આવી રહી છે ત્યારે ગુરૂવારે દિવાળીના દિવસે સાંજે 5 કલાકે દિપમાળા પ્રજ્વલિત કરાશે.

દિવાળી એટલે રોશનીનો તહેવાર. ગુજરાતીઓનો આ તહેવારની ચર્ચા દેશ વિદેશમા થતી હોય છે. ગુજરાતીઓ દિવાળીના દિવસે ફટાકડા ફોડી ઉજવણી કરે છે.જ્યારે બીજા દિવસે ગુજરાતીઓનુ નવુ વર્ષ હોવાથી એક બીજાને મળીને નૂતન વર્ષાઅભિનંદન પાઠવતા હોય છે. ત્યારે રોશનીનો તહેવાર અનેક લોકોને ખૂશીઓ આપે છે. ગાંધીનગર શહેરના સેક્ટર 20મા આવેલા અક્ષરધામ મંદિરમાં છેલ્લા 25 કરતા વધારે સમયથી દિવાળીના દિવસે મંદિર પરિસરમાં 10 હજાર દિવડા પ્રગટાવવામા આવે છે.

બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા આ દિવડા પ્રગટાવવાની શરૂઆત કરાવાઇ હતી અને ત્યારથી અવિરત મંદિરમા 10 હજાર દિવડાની રોશની કરવામા આવે છે. જે લાભ પાંચમ મંદિરના જન્મ દિવસ સુધી અવિરત ચાલુ રહેતી હોય છે. મંદિરમા ગુરૂવારે દિવાળીના દિવસથી લાંભ પાંચમ સુધી દરરોજ સાંજે 6થી 7:45 વાગ્યા સુધી નયનરમ્ય નજારાનો દર્શનાર્થીઓ લાભ લઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...