તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:95 દિવસ બાદ અક્ષરધામ મંદિર ખુલ્લું મુકાયું

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અષાઢી બીજના દિવસે નગરનો નાથ જગન્નાથ અને ભગવાન સ્વામિનારાયણે દર્શન આપ્યા
  • પહેલા દિવસે 500 કરતાં વધારે દર્શનાર્થીએ ભગવાન સ્વામિનારાયણનાં દર્શન કર્યંા

કોરોના વાયરસનો આતંક ધીરેધીરે ઓછો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યમા સૌથી છેલ્લે ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ મંદિરને ખોલવામા આવ્યુ છે. અષાઢી બીજના દિવસે અક્ષારધામ મંદિરને 95 દિવસ બાદ ખોલવામા આવ્યુ હતુ. જેમા પહેલા દિવસે ભક્તોએ હર્ષ સાથે દર્શન કર્યા હતા. એક જ દિવસે બે ભગવાને એક સાથે દર્શન આપ્યા હતા.

મંદિર સંચાલકો દ્વારા ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામા આવી હતી. દર્શનાર્થીઓનુ ટેમ્પરેચર માપ્યા બાદ આગળ એન્ટ્રી આપવામા આવતી હતી. ત્યારબાદ સેનેટાઇઝર અને બાદમાં સોશિયલ ડીસ્ટર્ન માટેના કરાયેલા રાઉન્ડમાં ભક્તોને ઉભા રાખવામા આવતા હતા. દર્શનાર્થીઓએ પણ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

દર્શન કરવા આવેલા દર્શનાર્થી રૂપલબેન મહેતાએ કહ્યુ હતુ કે, રાજ્યમા તમામ મંદિર ભક્તો માટે ખોલવામા આવ્યા હતા, પરંતુ અક્ષરધામ મંદિરને ખોલવામા નહિ આવતા અમારી દર્શન કરવાની માનતા દુર જતી હતી. બાળકોએ મનભરીને રાઇડ્ની મજા માણી હતી. પહેલા દિવસે 500 કરતા વધારે દર્શનાર્થીઓએ સ્વામિનારાયણના દર્શન કર્યા હતા. જોકે, મંદિરમા નીલકંઠ અભિષેક પુજા હજુ પણ બંધ રાખવામા આવી છે. અક્ષરધામ મંદિરના દર્શન, પ્રદર્શન ખંડો, બુકસ્ટોલ, ગેમ્સ, પ્રેમવતી રેસ્ટોરન્ટ અને દરરોજ સાંજે 7:45 કલાકે યોજાતા વોટરશો શરૂ કરી દેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...