માંગ:પૂર્વ મેયરના કથિત ગેરકાયદે બિલ્ડિંગના કેસમાં તંત્રે વધુ સમયની માગણી કરી

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિલ્ડિંગ ગેરકાયદે હોવાના દાવા સાથે PIL થઈ હતી
  • મનપાના વકીલ દ્વારા તેમના જવાબમાં બિલ્ડિંગનું કામ અટકાવવામાં આવ્યું છે, તેવું બતાવવા પ્રયત્ન કર્યો હતો

સેક્ટર-11 ખાતે પૂર્વ મેયરની કથિત ગેરકાયદેસર બિલ્ડિંગના મુદ્દે થયેલી પીઆઈએલમાં વધુ એક મુદ્દત પડી છે જ્યારે બીજી તરફ પૂર્વ મેયરના કથિત ગેરકાયદે બિલ્ડિંગના કેસમાં તંત્રએ વધુ સમય માંગ્યો છે. આ અંગે પીઆઈએલ કરનારા પૂર્વ કાઉન્સિલર પિન્કીબહેન પટેલે જણાવ્યુ કે,‘મનપાના વકીલ દ્વારા તેમના જવાબમાં બિલ્ડિંગનું કામ અટકાવ્યુ છે તે બતાવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ અમારા વકીલ દ્વારા વિરોધ કરી કામ અટકાવ્યું હોવાનું લેખિત આદેશ રજૂ કરાવવા માંગણી કરીને બિલ્ડિંગ કામ પૂર્ણ થયું હોવાના ફોટોગ્રાફસ કોર્ટ ધ્યાને લાવ્યા હતા.

આ દરમિયાન દુકાનો તથા ઓફીસ હાલમાં ચાલુ હાલતમાં જોવા મળતાં કોર્ટ દ્વારા લાઇટ કનેક્શન કેવી રીતે મેળવ્યું તેવી એફીડેવીટ મનપાને કરવા જણાવેલ છે. મનપાના વકીલ દ્વારા વધુ સમય માંગતા 26 ઓક્ટોબર સુધી રજૂ કરવાની કહ્યું હતું.’

ઉલ્લેખનિય છે કે પૂર્વ મેયર રીટાબેન પટેલના સે-11નાકથિત ગેરકાયદે બિલ્ડિંગનો વિવાદ ચાલે છે. કોંગ્રેસના કાઉન્સિલર પિન્કીબેન પટેલે બિલ્ડિંગ ગેરકાયદે હોવાના દાવા સાથે પગલાં લેવા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી, જેની કાર્યવાહી કોર્ટમાં ચાલે છે.

અન્ય સમાચારો પણ છે...