વિરોધ:મેટ્રો રેલના અસરગ્રસ્તોએ ગાંધીનગર કર્મયોગી ભવન ખાતે ધરણાં કર્યા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના અસરગ્રસ્તોએ ગાંધીનગર કર્મ યોગી ભવન ખાતે ધરણાં કર્યા હતા. - Divya Bhaskar
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના અસરગ્રસ્તોએ ગાંધીનગર કર્મ યોગી ભવન ખાતે ધરણાં કર્યા હતા.
  • આર્મીમેનના મકાન પર બુલડોઝર ફેરવી વળતર અપાયું નથી
  • અમદાવાદ ગોમતીપુરના મેટ્રો પ્રોજેક્ટમાં યોગ્ય વળતર મળ્યું ન હોવાનો દાવો

અમદાવાદ ગોમતીપુર ખાતે મેટ્રો પ્રોજેક્ટમાં યોગ્ય વળતર મળ્યું ન હોવાના દાવા સાથે ગાંધીનગર કર્મયોગી ભવન ખાતે પ્રદર્શન કર્યું હતું. ગોમતીપુર વોર્ડના કાઉન્સીલર ઈકબાલ શેખની આગેવાનીમાં સોમવારે આર્મી જવાનના પરિવારજનો સહિતના લોકો કર્મયોગી ભવન ખાતે પહોંચ્યા હતા. જેઓએ યોગ્ય વળતરની માંગણી સાથે કર્મયોગી ભવન ખાતે બેસી જઈને સુત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાત મેટ્રો રેલવે કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. આ અંગે ઈકબાલ શેખે જણાવ્યું હતું કે,‘ 65 વર્ષીય ચંદ્રપ્રકાશ તિવારીનો પરિવાર બાઈ મોતીની ચાલી ગોમતીપુર મિલકત નં-49 ખાતે વર્ષોથી રહે છે.

જે મકાન અને દુકાનનો કબજો મેટ્રો દ્વારા 31 ડિસેમ્બર 2020થી લેવાયો છે. નિયમોનુસાર અસરગ્રસ્તને મકાન અને દુકાનનું ભાડું આપવાની જોગવાઈ હોવા છતાં વારંવાર રજૂઆતો કરવા છતાં આર્થિક વળતર આપવામાં આવ્યું નથી. ચંદ્રપ્રકાશના પુત્ર પંકજકુમાર પુના ખાતે આર્મીમાં ફરજ બજાવે છે અને પરિવાર અહીં હક માટે લડી રહ્યો છે. જેને પગલે લકવાગ્રસ્ત ચંદ્રપ્રકાશ તિવારીના પરિવારને વહેલામાં વહેલી તકે વળતર આપવા અમારી માંગણી છે.’ તેવી ઉગ્ર રજૂઆત કરી આ મામલે ન્યાયની માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...