રાજ્યના મહાનગરોથી લઇને દુર્ગમ પહાડી પરના આદિવાસી વિસ્તારની સ્કૂલ,વિદ્યાર્થી,શિક્ષકોનું સીધું મોનિટરિંગ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં ઊભા કરાયેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પરથી થાય છે. રાજ્યની 54 હજાર સ્કૂલ, 4.5 લાખ શિક્ષકો અને 1.15 કરોડ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કંટ્રોલ સેન્ટર દ્વારા કરાય છે.
સ્માર્ટ ફોનથી હાજરી પૂરવામાં આવે છે
કંટ્રોલ સેન્ટરના નિરીક્ષણના કારણે વિદ્યાર્થી-શિક્ષક અને શાળાલક્ષી વાર્ષિક 500 કરોડ ઉપરાંતના ડેટા શિક્ષણ વિભાગને શાળા કક્ષાના ઉપલબ્ધ થાય છે. ગાંધીનગરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી અંતરિયાળ વિસ્તારની શાળા-શિક્ષક અને વિદ્યાર્થી સુધી પહોંચવા માટે ચોક્કસ શાળાઓનો જૂથ બનાવીને તેમા કો-ઓર્ડિનેટર તરીકે શિક્ષકને નિમાયા છે. આ શિક્ષકને સ્માર્ટ ફોન અને ટેબલેટ અપાયું છે,જેનાથી સિસ્ટમ ઓપરેટ થાય છે. દરેક શિક્ષકના સ્માર્ટ ફોનમાં હાજરીની એપ ડાઉનલોડ કરાઈ છે, જેનાથી રાઇટ ટાઇમે ઓનલાઇન હાજરી પુરાઇ છે અ્ને તેનું ચકાસણી પણ થાય છે.
શું ભણાવાય છે તેનું પણ રોજ અપડેટ લેવાય છે
મોડી હાજરી પુરી હોઇ કે કયો વિદ્યાર્થી ગેરહાજર કે હાજર છે તેની કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પરથી જ ખબર પડી જાય છે,એટલું જ નહીં, મોબાઇલ-ટેબલેટથી વિડીયો કોલીંગ દ્વારા તેને અત્યારે કયાં વિષયનો કયો પાઠ કે ચેપ્ટર ભણાવાઇ રહ્યું છે તેની ચકાસણી પણ થાય છે. ઉપરાંત દરેક વિદ્યાર્થીની દરેક પરીક્ષાની ઉત્તરવહી કંટ્રોલ સેન્ટરમાં બેઠા બેઠા જોઇ શકાય છે,જેથી કરીને કોઇ વિદ્યાર્થીની ઉત્તરવહી ચકાસણીમાં ભૂલ થતી નથી તેનું સીધું નિરીક્ષણ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.