નારાજગીની આગ:અગાઉ ઝિંદાબાદના નારા પોકારતા કાર્યકરો આજે મૌન હતા કારણ કે તેમની આંખોમાં સવાલો હતા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • નારાજ નેતાઓ આવ્યા, મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સિવાયનાને મોકલી દેવાયા
  • શાહ પહોંચ્યા ત્યારે 500 લોકો નારાજગી દર્શાવવા આવ્યા હતા

ગુજરાતમાં ભાજપની વિવિધ બેઠકો પરના જાહેર ઉમેદવારોને લઇને આગ લાગી છે. ભાજપે સ્થાનિક નેતાઓથી કામ લીધાં પછીય મુદ્દો ન ઉકલતા, નારાજગીની આગને ઠારવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને દિલ્હીથી લાંબુ થવું પડ્યું છે. સાંજે પાંચ વાગ્યે દિલ્હીથી અમિત શાહ સીધા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ પર પહોંચ્યા. અહીં પહોંચતી વખતે તેમણે પોતાની કારની બારીમાંથી જોયું કે આશરે પાંચસો લોકો પોતાની નારાજગી લઇને અહીં પહોંચ્યા છે.

ભાજપની વિવિધ બેઠકો પર આગ લાગી
​​​​​​​કમલમની આસપાસના તમામ રસ્તા પર ભાજપના સ્ટીકર્સ લગાવેલી ગાડીઓની કતાર લાગી ગઈ છે. આ એ જ નેતાઓ-કાર્યકર્તાઓ હતા જે અમિત શાહ આવે ત્યારે ઝિંદાબાદના સૂત્રો પોકારતા હોય છે, પરંતુ આજે તેઓ મૌન હતાં, કારણ કે તેમની આંખો પ્રશ્ન કરતી હતી.

કમલમના પદાધિકારીઓ સિવાયના લોકો માટે બંધ થઇ ગયા
જેવો કાફલો કમલમમાં પ્રવેશ્યો ત્યારે પહેલેથી હાજર સી આર પાટીલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા તેમને આવકારીને અંદર લઇ ગયા, તે પછી લગભગ પંદર મિનિટ બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ અહીં પહોંચ્યા હતા. તે પછી કમલમના દરવાજા પ્રદેશના હોદ્દેદારો અને કમલમના પદાધિકારીઓ સિવાયના લોકો માટે બંધ થઇ ગયા.

તમામ નેતાઓએ કમલમમાં મોડે સુધી બેઠક ​​​​​​​
અહીં વઢવાણના અગાઉ જાહેર થયેલા ઉમેદવાર જિજ્ઞા પંડ્યા હાજર હતાં અને તેમની પાસેથી ચૂંટણી લડવા નથી માંગતાં તેવું લખાવી લેવાયું અને બદલાયેલા ઉમદવાર જગદીશ મકવાણા નેતાઓના આશીર્વાદ લેવા આવી ગયા. તે પછી વડોદરાની રાવપુરા બેઠક પરથી કપાયેલા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, અમરાઇવાડીના કપાયેલા ધારાસભ્ય જગદીશ પટેલ પણ પહોંચ્યા પણ તેમની સાથે ટૂંકી ચર્ચા કર્યા બાદ રવાના કરી દેવાયાં. શાહ સહિતના તમામ નેતાઓએ કમલમમાં મોડે સુધી બેઠક ચાલી. હવે શાહે ચીંધેલા માર્ગ પર અહીં ડેમેજ કંટ્રોલનું કામ ચાલશે.

શાહે કહ્યું, સમજાવટથી જ કામ લો
પાર્ટીના એક નેતાના જણાવ્યા અનુસાર અમિત શાહે નારાજગીવાળી તમામ બેઠકો અંગેની એક પછી એક ચર્ચા કરી. તેમણે ગુજરાત ભાજપના નેતાઓને કહ્યું કે નારાજ લોકો ભાજપના જ છે. તેમના પર કોઇ દબાણ ઊભું કરવાને બદલે સમજાવટ અને પ્રેમથી કામ લો. જો કે જો સમજાવવાથી પણ ન માને તો તેમને ચૌદમુ રતન બતાવી દેવાનો પણ દિલ્હીથી આદેશે છે. આ બ્રહ્માસ્ત્ર જ્યાં સુધી જરૂર ન પડે ત્યાં સુધી છોડાશે નહીં.

અન્ય સમાચારો પણ છે...