રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાનના વસંત વિહાર બંગલે શનિવારની રાત્રે બબાલ થઇ હતી. પૂર્વ સીએમના પીએ દ્વારા ફોન કરીને અમદાવાદના વેપારીને બોલાવ્યો હતો. ત્યારબાદ તૈયાર એગ્રીમેન્ટ ઉપર વેપારીની બળજબરીથી સહિ કરાવવા જતા વેપારીને માર માર્યો હતો, તે દરમિયાન વેપારી પોતાની કારમાં ભાગી ગયો હતો. આ બનાવ બાદ પીએ સહિત 6 લોકો સામે રાયોટીંગનો ગુનો નોંધવામા આવ્યો હતો. આ બનાવને 48 કલાક થયા બાદ પણ પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી. જ્યારે આરોપીઓ ભુગર્ભમા ઉતરી ગયા છે.
મળતી માહિતી મુજબ થલતેજમા રહેતાં 46 વર્ષિય વિરલભાઈ મુકુદભાઈ શાહ મહેસાણામા સ્ટીલની ફેક્ટરી ધરાવે છે. તેમણે પેથાપુરમા પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, અમદાવાદમા આવેલા એક શો રૂમની જગ્યાને લઇને માથમાકૂટ ચાલી રહી છે. જેને લઇને પેથાપુરની સીમમા આવેલા વસંત વિહાર બંગલો ખાતે ભૌમિક ઠક્કરનો તેમના પર ફોન આવ્યો હતો અને સ્કોડાના શોરૂમની મેટર બાબતે ચર્ચા કરવા આવવાનું કહ્યું હતું.
વિરલભાઈ ડ્રાઈવર સાથે વસંત વિહાર ખાતે પહોંચ્યા હતા. તેઓ ઘરમાં ગયા ત્યારે ભૌમિક ઠક્કર, જનકાર સોલંકી (અમદાવાદ) હાજર હતા. આ સમયે આઈ. એચ. સૈયદ વકીલ (અમદાવાદ), રવિ ચૌધરી (ગાંધીનગર), વડોદરાના બે ભાઈઓ કુરેન અમીન અને ઈક્ષિત અમીન આવ્યા હતા. એસજી હાઈવે પર સ્કોડાનો શો રૂમ જે હાલ બંધ હાલતમાં છે.
આ બાબતે વાટાઘાટો પછી બબાલ થઇ હતી. એગ્રીમેન્ટ ઉપર સહિ નહિ કરતા બળાત્કારમા ફસાવી દેવાની પણ ધમકી આપી હતી. મારામારી થતા વેપારી જીવ બચાવીને ભાગવામા સફળ રહ્યો હતો. ત્યારબાદ પેથાપુર પોલીસ મથકમા 6 આરોપી સામે ફરિયાદ કરી હતી. પરંતુ 48 કલાક થવા છતા આરોપીઓ પોલીસના હાથમાં આવ્યા નથી અને ભુગર્ભમા ઉતરી ગયા છે.તેથી આ મામલે હાલ ચકચાર મચી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.