તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:પેરોલ જમ્પ કરીને નાસતો ફરતો એસિડ એટેકનો આરોપી મહેસાણાથી ઝડપાયો

ગાંધીનગર7 મહિનો પહેલા
  • કૉપી લિંક

એસીડ એટેકના ગુનામાં 10 વર્ષની સજા પામેલ અને અમદાવાદ મધ્યસ્થ જેલથી દોઢ વર્ષથી પેરોલ જમ્પ કરીને નાસતો ફરતો આરોપી ઝડપાયો છે. એલસીબી-2 પીઆઈ એચ. પી. ઝાલાના માર્ગદર્શનમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ દિલીપસિંહ આરોપી અંગે બાતમી મળી હતી. જેના આધારે પોલીસે મહેસાણા પોલીસ હેડક્વાટર્સની પાછળ આવેલા બજારમાંથી પોપટજી કાળાજી ઠાકોરને ઝડપી પાડ્યો હતો.

આરોપીએ 3 વર્ષ અગાઉ રિસાઇને પિયર ગયેલી પત્ની પર એસિડ હુમલો કર્યો હતો. જેમાં મહિલા સહિત 3 વ્યક્તિઓને અસર થઇ હતી. જેમાં આરોપી સામે મહેસાણા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આરોપીને 10 વર્ષની કેદ થઈ હતી. આરોપી ઓક્ટબર-2019માં પેરોલ પર બહાર આવ્યો હતો પરંતુ મુદ્દત પુરી થવા છતાં તે જેલમાં હાજર થયો ન હતો. જેને ઝડપીને એલસીબી-2 આરોપીને સાબરમતી જેલ ખાતે મોકલી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...