તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શક્યતા:ગાંધીનગર મહાનગર પાલિકાના હિસાબો 3 વર્ષે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થાય તેવી શક્યતા

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ICU ઓન વ્હિલ્સને મંજૂરી બાદ હવે મેયરની ગ્રાન્ટમાંથી શબવાહિની લેવાશે
 • બેઠકમાં સફાઈ માટેના સાધનો, નવા વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો લેવા અંગેના નિર્ણયો લેવાશે

ગાંધીનગર મહાનગર પાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજે મળશે. જેમાં સફાઈ માટેના સાધનો, શબવાહીની, હિસાબો, નવા વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો લેવા અંગેના નિર્ણયો લેવાશે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મુખ્ય અને આંતરિક માર્ગોથી માંડીને કોમન પ્લોટ અને ખુલ્લી જમીનમાં સફાઈના કોન્ટ્રાક્ટ અપાયા છે. ત્યારે મ્યુનિસિલ કોર્પોરેશન દ્વારા પણ સફાઈ માટેના સાધાનો લેવાશે. જેમાં પ્રતિ શિફ્ટ 78,190ના ખર્ચે હેવી ડ્યૂટી વાહનો ખરીદવા અંગે નિર્ણય લેવાશે. તો ડમ્પિંગ સાઈટની તથા વોર્ડની કામગીરી માટે 4 જેસીબી લેવા માટે ગર્વમેન્ટ ઈ-માર્કેટ મારફતે 1,61,45,00ના ખર્ચે ખરીદીની આવેલી દરખાસ્ત અંગે મંજૂરી લેવાશે.

અલગ-અલગ વોર્ડમાં કચરાની કામગીરી માટે 5 બંધ બોડીના ટીપર લેવા માટે 59.95 લાખના ટેન્ડરને મંજૂરી મળે તેવી શક્યતા છે. જ્યારે બિલ્ડિંગ વેસ્ટ મટિરીયલ અને સફાઈ સંલગ્ન કામગીરી માટે 47.56 લાખના ખર્ચે બંધ બોડીના 2 ટીપર ડમ્પર લેવા માટે ગર્વમેન્ટ ઈ-માર્કેટ મારફતે કાર્યવાહી હાથ ધરાઈ છે. નવા સમાવિષ્ટ ગ્રામ્ય તથા નગરપાલિકા પાલિકા વિસ્તારોમાં કચરાના એકત્રીકરણ અને નિકાલની કામગીરી અન્ય એજન્સીને ન સોંપાયા ત્યાં સુધી હાલની એજન્સી પાસે કરાવવા નિર્ણય લેવાશે. સ્થાયી સમિતીની ગત બેઠકમાં મેયરની ગ્રાન્ટમાંથી આઈસીયુ ઓન વ્હિલ્સ ખરીદવાનો નિર્ણય લેવાયો હતો.

મેયરની ગ્રાન્ટમાંથી 18.45 લાખના ખર્ચે શબવાહિની ખરીદવા નિર્ણય લેવાશે. જો કે, ડમ્પિંગ સાઈટની તથા વોર્ડની કામગીરી માટે 4 જેસીબી લેવા માટે ગર્વમેન્ટ ઈ-માર્કેટ મારફતે 1,61,45,00ના ખર્ચે ખરીદીની આવેલી દરખાસ્ત અંગે મંજૂરી લેવામાં આવશે. ઉપરાંત સફાઈ માટેના સાધનો, શબવાહીની, હિસાબો, નવા વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો લેવા અંગેના નિર્ણયો લેવાશે.

3 વર્ષે કોર્પોરેશનના હિસાબો રજૂ થાય તેવી શક્યતા
સ્થાયી સમિતીના સભ્યોએ અગાઉ એકાઉન્ટ ઓફિસર સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી. જેમાં, જીપીએમસીના નિયમ મુજબ દર 3 મહિને મનપાના હિસાબો સ્થાયી સમિતી સમક્ષ રજૂ કરવાના હોય છે. આ મામલે અનેક વખત તાકિદ કરવા છતાં એકાઉન્ટ ઓફિસરે હિસાબો રજૂ કર્યા નથી. આ મામલે મેયર અને સ્થાયી સમિતીના સભ્યો લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી હતી, જોકે સ્થાયી સમિતીની આજની બેઠકમાં ઓક્ટોબર-2018થી જૂન-2020 સુધીના ઉપજ અને ખર્ચના હિસાબો રજૂ થાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો