તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ ગરમાયું:‘અમારી સામે પડે તે જેલ ભેગો’, ભાજપના ઉમેદવારે ધમકી આપયાનો AAPનો દાવો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ-આપ વચ્ચેના પોસ્ટર વિવાદ મુદ્દે રાજકારણ ગરમાયું
  • ભાજપ દ્વારા તેઓને પક્ષમાં આવી જવા નહીં તો નુકસાન થશે તેવું કહેવાતું હોવાનું પણ આપ દ્વારા આક્ષેપ કરાયો છે

ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે પોસ્ટર વિવાદ મુદ્દે ફરી રાજકારણ ગરમાયું છે. મળેલી માહિતી પ્રમાણે અંદાજે બે મહિના પહેલાં વોર્ડ નં-3 વિસ્તારમાં ભાજપના પોસ્ટરોને નુકસાન થયું હતું. જે મુદ્દે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં અરજી કરાઈ હતી, જેમાં ભાજપના ચૂંટણી પોસ્ટરોને નુકશાન તથા પોસ્ટરો પર આપના પોસ્ટરો લગાવવા મુદ્દે આક્ષેપો થયા હતા. આ અરજી મુદ્દે પોલીસે વોર્ડ-3ના આપના ઉમેદવારો ભરત જોષીનું નિવેદન નોંધ્યું છે.

ભરત જોષીએ પોતાના નિવેદનમાં ભાજપના પોસ્ટરોને કોણે નુકસાન પહોંચાડ્યું તથા પોસ્ટર પર કોણે પોસ્ટર લગાવ્યા તે અંગે પોતે અજાણ હોવાનું કહ્યું હતું. ભરત જોષીએ પોતાના નિવેદનમાં જ ભાજપે પણ પોતાના પોસ્ટર્સને નુકસાન કર્યું હોવાનું પોતાને ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો છે. જેમાં ભાજપના ઉમેદવારે ‘તમે શાંતિથી બેસી રહો નહીં તો તમારા પર કાયદા-કાનૂન મુજબ કાર્યવાહી થશે. સરકાર અમારી છે, ઈતિહાસ વાંચી લો બીજેપી સામે જે પડ્યાં તેમને જેલ ભેગો કે નુકશાન કરવામાં આવે છે.

પોલીસ તંત્રને અમે ખીસ્સામાં લઈને ફરીએ છીએ’ કહ્યું હોવાનો દાવો ભરત જોષીએ પોતાના નિવેદનમાં કર્યો છે. આ સાથે ભાજપ દ્વારા તેઓને પક્ષમાં આવી જવા નહીં તો નુકશાન થશે તેવું કહેવાતું હોવાનું પણ તેઓએ આક્ષેપ કર્યો છે.નોંધનીય છે કે, આ મુદ્દે આ અરજી મુદ્દે પોલીસે વોર્ડ-3ના આપના ઉમેદવારો ભરત જોષીનું નિવેદન નોંધવામાં આવ્યું છે. પોલીસ તંત્રને અમે ખીસ્સામાં લઈને ફરીએ છીએ’ કહ્યું હોવાનો દાવો ભરત જોષીએ પોતાના નિવેદનમાં કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...