ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી(AAP)એ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપની 27 વર્ષથી ગુજરાતમાં એકધારી સત્તા છે, કોંગ્રેસ અનેક પ્રયાસો છતાં ભાજપને સત્તા પરથી હટાવી શકી નથી, ત્યારે ભારતીય જનતા પાર્ટીના જ સક્સેસ મંત્રને ફોલો કરીને AAP ગુજરાતમાં સત્તાનો સરતાજ બની પરિવર્તનની આંધી ફૂંકવાનું વિચારી રહી છે.
ભાજપને એનાં જ હથિયારોથી પરાસ્ત કરવાની રણનીતિ
ગુજરાતમાં જે પ્રકારે ભાજપે એકધારી સત્તા ભોગવી છે એની પાછળ ભાજપનું વિકાસ મોડલ, કોઇ એક રાષ્ટ્રીય ચહેરો, બૂથ લેવલની સાથે છેક છેવાડા સુધીનું નાગરિકો સાથેનું જોડાણ છે. હવે ભાજપનાં આ જ હથિયારોને ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીમાં હાથો બનાવીને આમ આદમી પાર્ટી એને પરાસ્ત કરવાની રણનીતિ પર કામ કરી રહી છે. વિસ્તારથી જાણીએ ભાજપના કયા ચાર સક્સેસ મંત્રને ગુજરાતમાં ફોલો કરી રહી છે આમ આદમી પાર્ટી.
કોંગ્રેસ કરતાં AAPને વધુ ગંભીરતાથી લેતી BJP
ભારતીય જનતા પાર્ટી માટે અત્યારસુધી એક જ પક્ષ મહત્ત્વનો ગણાતો હતો અને એ કોંગ્રેસ હતો. નરેન્દ્ર મોદી હંમેશાં કોંગ્રેસમુક્ત રાષ્ટ્રની વાત કરે છે, પરંતુ આમ આદમી પાર્ટી જ્યારથી ગુજરાતમાં એક્ટિવ થઇ છે ત્યારથી ભાજપના ગુજરાત અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓએ આપને ગંભીરતાથી લેવાની શરૂઆત કરી છે. દિલ્હી અને પંજાબમાં AAPને ગંભીરતાથી ન લેતાં વિપરીત પરિણામ આવ્યાં હતાં અને જો ગુજરાતમાં હળવાશથી લેવામાં આવે તો AAP ભાજપ માટે ભારે પડી શકે છે અને એટલા માટે જ આપ દ્વારા કરવામાં આવતા દાવા અને પ્રહારોનો ભાજપ ગંભીરતાથી કાઉન્ટર કરીને જવાબ આપી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.