તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • The 91 year old Couple From Gandhinagar Overcame The Epidemic In Just 14 Days, With The Elderly's CRP 106, D dimer 730 And Oxygen Levels Also Declining.

મજબૂત મનોબળે કોરોના હરાવ્યો:ગાંધીનગરના 91 વર્ષીય દંપતીએ 14 દિવસમાં જ મહામારીને માત આપી, વૃદ્ધનું CRP 106, ડી ડાયમર 730 અને ઓક્સિજન લેવલ પણ ઘટી ગયું હતું

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મજબૂત ઈચ્છા શક્તિ હોય તો બીમારીને હરાવી શકાય છે તેવો અન્ય દર્દીઓને પ્રેરણાદાયી દાખલો બેસાડ્યો

કોરોના વાયરસના મોતના તાંડવ વચ્ચે ગાંધીનગરના 91 વર્ષનાં વૃદ્ધ નું crp 106,ડી ડાયમર સ્કોર 730 તેમજ ઓક્સિજન લેવલ પણ એકદમ નીચું આવી ગયું હતું જ્યારે તેમના 81 વર્ષીય પત્ની પત્ની પણ કોરોનો પોજીટીવ આવ્યા બાદ વૃદ્ધ દંપતીએ કોરોના સામેનો જંગ 14 દિવસમાં જ જીતી લઈ મજબૂત ઈચ્છા શક્તિ હોય તો બીમારીને હરાવી શકાય છે તેવો અન્ય દર્દીઓને પ્રેરણા દાયી દાખલો બેસાડ્યો છે.

કોરોના વાયરસની આ મહામારીમાં ગાંધીનગરના પેથાપુર ગામથી પોઝિટિવ સમાચાર આવ્યા છે. અહીં આવેલા અરના હોસ્પિટલમાં 91 અને 85 વર્ષના વૃદ્ધાએ માત્ર 14 દિવસમાં કોરોનાને હરાવ્યો છે. 91 અને 85 વર્ષના વૃદ્ધાને અશક્તિ અને કફની તકલીફ હતી. તેઓ ગત દિવસોમાં કોરોના સંક્રમિત થયા હતા. તેમણે માત્ર 14 દિવસમાં જ કોરોનાને હરાવ્યો છે અને સાજા થઈને ઘરે પરત ફર્યા છે. સાથે જ તેમણે એવું સાબિત કર્યું છે કે મજબૂત ઈચ્છા શક્તિ હોય તો બીમારીને હરાવી શકાય છે.

ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં રહેતા 91 વર્ષીય વિશ્વનાથ કુલકર્ણી થોડા સમય અગાઉ કોરોના સંક્રમિત થયા હતા. જેમનો રિપોર્ટ કરાવતા crp 106,ડી ડાયમર સ્કોર 730 સાથે ઓક્સિજન લેવલ પણ ઘટી ગયું હતું. જેમને તાવ, અશક્તિ, કફ તેમજ શ્વાસ લેવામાં તકલીફ થતાં ગાંધીનગરનાં પેથાંપુરમાં આવેલી અરના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે તેમના 81 વર્ષીય પત્ની શાલિની બેન પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હોવાથી તેમને પણ ડાયેરિયા, અશક્તિ તેમજ કફની તકલીફ થઈ હતી. જેથી તેમને પણ અત્રેની હોસ્પિટલમાં દાખલ કરી તબીબોએ સારવાર શરૂ કરી દીધી હતી.

91 અને 85 વર્ષીય વૃદ્ધ દંપતીને કેટલાક દિવસો પહેલા શ્વાસ લેવામાં તકલીફ અને તાવ આવ્યો હતો. પરિવારમાં તેમના પુત્ર એ કોરોના ટેસ્ટ કરાવતા બન્ને નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમના પરિવારને એવી ચિંતા હતી કે બંનેની ઉંમર 91 અને 85 વર્ષ છે તો તેઓનું કશું વધારે થાય નહીં પણ શાલિની કુલકર્ણી અને તેમના પતિ મજબૂત ઈચ્છા શક્તિ સામે કોરોના વાયરસ કશું કરી શક્યો નહીં.

માત્ર 14 દિવસમાં કોરોના વાયરસને હરાવ્યો અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા, હાલ તેઓ બિલકુલ સ્વસ્થ છે.સાજા થઈને ઘરે પરત ફરેલા 91 અને 85 દર્દીનું કહેવું છે કે યુવાનોએ ખાવા-પીવામાં વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. ફાસ્ટફૂડથી દૂર રહેવું જોઈએ અને ઘરનું શુદ્ધ ભોજન લેવું જોઈએ. કારણકે ફાસ્ટફૂડ ખાવાથી ઈમ્યુનિટી પાવર ઘટે છે. કોરોનાની આ મહામારીમાં ઘરના વૃદ્ધ સભ્યોનું ધ્યાન રાખવું જરૂરી છે. તેઓને શરદી, ઉધરસ થાય તો ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.ઉલ્લેખનીય છે કે જે લોકો ઘરનું ભોજન લે છે તેઓમાં બીમારીનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે. જે તેમણે સાથે-સાથે એવું પણ સાબિત કરી દેખાડ્યું છે કે મજબૂત ઈચ્છા શક્તિથી કોઈપણ મોટા રોગ સામે જીતી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...